ક્રાઇમ
નવ વર્ષથી નાસતો ફરતો પ્રોહિબિશનનો આરોપી ઝડપાયો
જામજોધપુર પોલીસે પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા નવ વર્ષથી નાસતો ફરતો આરોપી નાઝાભાઈ દાસાભાઈ કરોતરાને ઝડપી પાડ્યો છે. આરોપી સામે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અંગેનો ગુનો નોંધાયેલો હતો.
મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતીભા અને પોલીસ ઇન્સ્પેકટર એ.એસ.રબારીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે સર્વેલન્સ રાખીને આરોપીને સીદસર ગામના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડ્યો હતો. આરોપીને પકડવામાં પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ.આર. પરમાર અને અન્ય સ્ટાફની મહત્વની ભૂમિકા રહી હતી. પોલીસે આરોપીને ધરપકડ કરીને તેની સામે વધુ કાર્યવાહી શરૂૂ કરી છે. આરોપી છેલ્લા નવ વર્ષથી પોલીસને ચકમો આપી રહ્યો હતો. પરંતુ પોલીસના પ્રયાસોથી આખરે તેને ઝડપી પાડવામાં સફળતા મળી છે.