કોરોના વર્ષ બાદ અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઉત્તરોત્તર ઘટાડો

સોનાના વધતાં ભાવ અને આસમાને પહોંચેલી મોંઘવારીની સીધી અસર હવે જગદંબાના દરબાર એટલે કે અંબાજી મંદિરમાં પણ જોવા મળી રહી છે. મા અંબાના પ્રખ્યાત ભાદરવી…

સોનાના વધતાં ભાવ અને આસમાને પહોંચેલી મોંઘવારીની સીધી અસર હવે જગદંબાના દરબાર એટલે કે અંબાજી મંદિરમાં પણ જોવા મળી રહી છે. મા અંબાના પ્રખ્યાત ભાદરવી પૂનમના મેળા દરમિયાન ભક્તો દ્વારા શ્રદ્ધાપૂર્વક અપાતી સોનાની ભેટમાં છેલ્લા પાંચ વર્ષમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. સોનાના ઊંચા ભાવના કારણે અંબાજી મંદિરમાં સોનાની ભેટનો જથ્થો ઘટ્યો છે. કોરોના સમય બાદ ઉતરોતર ઘટાડો નોંધાયો છે.
ભક્તોની આસ્થા મા અંબા પ્રત્યે આજે પણ અડીખમ છે પરંતુ સોનાની ખરીદી સામાન્ય ભક્તોના ગજા બહાર થતાં હવે ભેટમાં મળતા સોનાનો જથ્થો ઘટ્યો છે.

અંબાજી મંદિરમાં ભક્તોએ અર્પણ કરેલી સોનાની ભેટના છેલ્લા પાંચ વર્ષના આંકડા આ બદલાવની સ્પષ્ટ તસવીર રજૂ કરે છે. વર્ષ 2022માં અંબાજી મંદિરમાં 633.290 ગ્રામ સોનું ભેટમાં મળ્યું હતું. વર્ષ 2023માં 520 ગ્રામ સોનાની ભેટ મળી, જ્યારે વર્ષ 2024માં 575.520 ગ્રામ સોનું ભક્તોએ માતાજીને અર્પણ કર્યું. જો કે, વર્ષ 2025માં આ પ્રમાણ ઘટીને 232.610 ગ્રામ રહ્યું.

ચાલુ વર્ષે એટલે કે 2026 માં સોનાની ભેટનો આંકડો વધુ ઘટીને માત્ર 36.500 ગ્રામ નોંધાયો છે. આ આંકડા દર્શાવે છે કે, વર્ષ 2022ની સરખામણીએ વર્ષ 2026માં સોનાની ભેટમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ૠજ્ઞહમ ઙશિભય ના વધતા ભાવની અસર ભક્તોના બજેટ પર પડી રહી છે. મોંઘવારીના સમયમાં સોનું ખરીદવું વધુ ખર્ચાળ બન્યું છે, જેના કારણે સોનાની ભેટના પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો છે.