શિક્ષણનું ખાનગીકરણ, ગુજરાતમાં ખાનગી પુસ્તકો-સ્ટેશનરીનો 3500 કરોડનો ધંધો

સરકારી શાળાઓની હાલત કથળી અને સુવિધાનો અભાવ હોવાથી મધ્યમવર્ગના માતા-પિતા બાળકોના ભવિષ્ય માટે ખાનગી શાળાઓ તરફ દોટ મૂકી રહ્યા છે. પણ એની સાથે જ વાલીઓ…

સરકારી શાળાઓની હાલત કથળી અને સુવિધાનો અભાવ હોવાથી મધ્યમવર્ગના માતા-પિતા બાળકોના ભવિષ્ય માટે ખાનગી શાળાઓ તરફ દોટ મૂકી રહ્યા છે. પણ એની સાથે જ વાલીઓ પર આર્થિક બોજનો પહાડ પણ તૂટી પડ્યો છે.

ગુજરાતમાં ખાનગી શાળાઓ સાથે જોડાયેલા પુસ્તકો, નોટબુક, સ્કૂલ બેગ, વોટર બોટલ અને યુનિફોર્મ નો વાર્ષિક કારોબાર 3,500 કરોડથી વધુ નો છે. આખા ટર્નઓવરમાં 60% થી 80% વેપાર માત્ર વેચાણની સિઝન એટલે કે એપ્રિલથી જૂન દરમિયાન જ થાય છે. ગુજરાતમાં પ્રાથમિકથી માધ્યમિક સુધી ભણતા 1 કરોડથી વધુ વિદ્યાર્થીઓ આ બજારના સીધા ગ્રાહક છે.

વાલીઓની ખિસ્સા કેવી રીતે ખાલી થાય તેની ઉપર નજર નાખીયે તો સરકારી પાઠ્યપુસ્તકો સસ્તા અને સારા હોય છતાં શાળાઓ ખાનગી પબ્લિશર્સના મોંઘા ગાઈડ, વર્કબુક અને જનરલ નોલેજ બુક ફરજિયાત કરાવે છે. પબ્લિશર્સ શાળાઓને સીધા 60% સુધીનું કમિશન આપે છે. ધોરણ 9 ના બાળકનો સેટ 4,000 થી 5,000 રૂૂપિયાનો હોય છે જેમાં શાળાઓને 30% થી 40% ટકા સુધીનું કમિશન મળે છે. શાળાઓ પોતે જ નક્કી કરે છે કે કઈ બ્રાન્ડની વોટર બોટલ, બેગ અને સ્ટેશનરી લેવી. અમદાવાદના કાપડ બજારમાં પણ મોંઘા બ્રાન્ડેડ બેગ ખરીદવા મજબૂર કરવામાં આવે છે.

સરકારના આદેશ મુજબ કોઈ પણ શાળા વાલીઓને ચોક્કસ દુકાનેથી જ સામાન ખરીદવા દબાણ ન કરી શકે. પણ શિક્ષણ વિભાગની નબળી મોનિટરિંગના કારણે આ લૂંટ બેફામ ચાલી રહી છે. એક બાળક દીઠ વાલીઓએ વાર્ષિક 5,000 થી 15,000 સુધી ખર્ચવા પડે છે. માત્ર પુસ્તકો અને સ્ટેશનરી પાછળ 1000થી 1800 કરોડનું બજાર છે.