ગુજરાત

માસાંતે વડાપ્રધાન ફરી ગુજરાતની મુલાકાતે

Published

on

વડોદરા ટાટાના પ્લાન્ટ અને લાઠીમાં તળાવનું લોકાર્પણ, કેવડિયામાં એક્તા પરેડમાં હાજરી સહિતના કાર્યક્રમો

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ચાલુ માસના અંતમાં ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પી.એમ.મોદી વડોદરા અને અમરેલી જિલ્લાના લાઠી ખાતે લોકાર્પણમાં હાજરી આપવા ઉપરાંત તા.31 ઓક્ટોબરે કેવડીયાકોલોની ખાતે એક્તા પરેડમાં પણ હાજરી આપનાર છે. પી.એમ. મોદી તા.28 ઓક્ટોબરે ગુજરાતમાં આવે તેવી શક્યતા છે.


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓક્ટોબરના અંતમાં ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદીના આ પ્રવાસ માટે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના પ્રવાસની રૂૂપરેખા તૈયાર થઈ રહી છે. તેમનો અમરેલી અને વડોદરાનો પ્રવાસ ગોઠવાઇ રહ્યો છે.


નરેન્દ્ર મોદી ત્રીજી ટર્મમાં પ્રધાનમંત્રી બન્યા બાદ 15 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બરના રોજ ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા હતા. તેમાં ગુજરાતમાં વિવિધ વિકાસના કાર્યોમાં હાજરી આપી હતી અને મેટ્રો સહિતની અનેક ભેટ ગુજરાતને આપી હતી. વધુ એક ગુજરાત પ્રવાસની રૂૂપરેખા તૈયાર થઈ રહી છે. એટલે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર આગામી 28 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા હોવાની તૈયારી કરવામાં આવી રહી છે. સપ્ટેમ્બર મહિનામાં ગુજરાત પ્રવાસ સમયે પીએમ મોદીએ કરોડોના વિકાસકાર્યોની ભેટ આપી હતી. હવે તેઓ બેક ટુ બેક બીજી મુલાકાત માટે આવી રહ્યા છે.


પીએમ વડોદરા અને અમરેલી શહેરની મુલાકાત લઈ શકે તેવા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત મુલાકાત દરમિયાન પીએમ મોદી ટાટા એરબસ પ્રોજેક્ટની ફાઇનલ એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી અમરેલીની પણ મુલાકાત લેવાના છે. અમરેલીના લાઠીમાં તૈયાર થયેલા સરોવરનું પણ લોકાર્પણ વડાપ્રધાન મોદીના હસ્તે થશે. સાથે અમરેલી જિલ્લાના લાઠીમાં તળાવ સહિત અનેક વિકાસના ઇ-લોકાર્પણ પણ મોદીના હસ્તે થશે. આ એક જ મહિનામાં એટલે કે ઓક્ટોબર મહિનામાં વડાપ્રધાન મોદી બે વખત ગુજરાત આવશે.


28 તારીખે વડોદરા અને અમરેલીની મુલાકાત લેશે. જે બાદ 31 ઓક્ટોબર એટલે કે એકતા દિવસ સરદાર પટેલની જન્મજ્યંતિ નિમિત્તે કેવડિયા ખાતે એકતા પરેડમાં પણ ભાગ લેશે. આમ વધુ એક પ્રવાસની રૂૂપરેખા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઘડાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version