વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં ભારતીય સમુદાયને સંબોધિત કરી રહ્યા છે. કાર્યક્રમ દરમિયાન તેમણે 30 વર્ષ જૂનું મફલર બતાવ્યું. તેમણે ઉલ્લેખ કર્યો કે ત્રીસ વર્ષ પહેલાં, આ દેશે તેમને ત્રણ ભેટ આપી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે જ્યારે તેઓ કોઈ સત્તાવાર પદ પર નહોતા ત્યારે પણ તેમને ન્યૂઝીલેન્ડમાં સન્માન મળતું હતું.
મોદીએ કહ્યું, “લગભગ 25-30 વર્ષ પહેલાં, જ્યારે હું કોઈ સરકારનો ભાગ નહોતો અને જાહેર જીવનમાં કોઈ મને ઓળખતું નહોતું, ત્યારે મને ન્યૂઝીલેન્ડની મુલાકાત લેવાની તક મળી હતી. તે સમયે, કોઈએ મને ત્રણ વસ્તુઓ આપી હતી: એક મફલર – જે હું હમણાં પહેરી રહ્યો છું – એક ટોપી અને એક ગ્લોવ. ન્યૂઝીલેન્ડમાં એક માણસે મને આ મફલર આપ્યું હતું, અને મેં તેને મારી સાથે રાખ્યું છે.” પીએમ મોદીએ ઉમેર્યું, “ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના સંબંધો ખાસ અને મજબૂત છે. આ સંબંધ હવે નવા માર્ગો શોધી રહ્યો છે અને અહીંના દરેક રાજકીય પક્ષનો ટેકો મેળવે છે.”
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના સંબંધોમાં યાદો, મિત્રતા, સહિયારા મૂલ્યો અને પરસ્પર પ્રતિબદ્ધતાનો સમાવેશ થાય છે. ન્યુઝીલેન્ડની એક સુંદર પરંપરા આ બંધનને યોગ્ય રીતે વ્યાખ્યાયિત કરે છે. સદીઓથી, એક જ શબ્દ અહીંના લોકોને જોડે છે: ’વાકા’. તે આપણી સહિયારી યાત્રાનું પ્રતીક છે, અને આજે, ભારત અને ન્યુઝીલેન્ડનો ’વાકા’ એક નવી સફર શરૂૂ કરવા માટે તૈયાર છે.ન્યુઝીલેન્ડની માઓરી ભાષામાં, ’વાકા’ એક પરંપરાગત નાવડી અથવા હોડીનો ઉલ્લેખ કરે છે.
ઐતિહાસિક રીતે, આ પ્રાચીન લાકડાની હોડીઓનો ઉપયોગ પેસિફિક મહાસાગર દ્વારા ન્યુઝીલેન્ડ પહોંચવા અને ટાપુઓ વચ્ચે મુસાફરી કરવા માટે થતો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “ન્યુઝીલેન્ડ એક એવી જગ્યા છે જ્યાં શેરીઓના નામકરણમાં ભારતીય શહેરોનું સન્માન કરવામાં આવ્યું છે. ખંડાલા, બોમ્બે હિલ્સ, કોરોમંડલ, કલકત્તા સ્ટ્રીટ, દિલ્હી ક્રેસન્ટ, અમૃતસર સ્ટ્રીટ… આવા ઘણા બધા નામ છે. આની વચ્ચે રહીને, તમે પણ સાચા કિવી બન્યા છો.
જ્યારે પણ હું ન્યુઝીલેન્ડના નેતાઓને મળ્યો છું, ત્યારે તેમણે તમારા બધાની પ્રશંસા કરી છે. પ્રશંસા તમારા માટે છે, છતાં તે મને ગર્વથી માથું ઊંચું કરવા માટે મજબૂર કરે છે.”
મોદી પત્રકાર પરિષદ નથી કરતા: ન્યુઝિલેન્ડમાં પણ સવાલ ઉછળ્યો
હાલમાં ન્યુઝિલેન્ડની મુલાકાત ગયેલા વડાપ્રધાન મોદી પત્રકાર પરિષદ નથી યોજતા એ મામલો ભારતીય રાજદ્વારીઓની પત્રકારો સાથેની બેઠકમાં ઉછળ્યો હતો. ન્યુઝિલેન્ડના એક સ્થાનીક પત્રકારે આ પ્રશ્ન પુછતા વિદેશ મંત્ર્ાાલયના વરિષ્ટ રૂદેન્દ્ર ટંડને જવાબ આપ્યો કે મોદી એવા ભારતીય રાજ નેતા છે જે જનતા સાથે સીધો સંવાદ કરે છે. તેઓ મધ્યસ્થીઓ દ્વારા વાતચીત કરવાના બદલે સામાન્ય લોકો સુધી સીધા પહોંચવામાં વિશ્ર્વાસ રાખે છે.
