સૌરાષ્ટ્રના સાવજોને બચાવવા ખુદ વડાપ્રધાન મોદી મેદાનમાં, ઙખઘમાં સીધુ મોનિટરીંગ

વધુ એક સિંહના મોત બાદ પરિસ્થિતિ વસણી, 70 સિંહ સંક્રમિત થયાની દહેશત, બાબરીયા-જશાધાર-જામવાળામાં જીવલેણ વાયરસના લક્ષણો, ત્રણ સિંહોને એનિમલ કેર હોસ્પિટલમાં ખસેડાયા, 10 કિલોમીટર વિસ્તાર…

વધુ એક સિંહના મોત બાદ પરિસ્થિતિ વસણી, 70 સિંહ સંક્રમિત થયાની દહેશત, બાબરીયા-જશાધાર-જામવાળામાં જીવલેણ વાયરસના લક્ષણો, ત્રણ સિંહોને એનિમલ કેર હોસ્પિટલમાં ખસેડાયા, 10 કિલોમીટર વિસ્તાર જડબેસલાક સીલ

હાલ બાબરીયા સહિતની રેન્જના 10થી વધુ સિંહ સઘન સારવાર હેઠળ : સમગ્ર સાસણ ગિરના તમામ સાવજોનું સ્ક્રીનીંગ કરવા યુધ્ધના ધોરણે ચાલતી કામગીરી, ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાઈ લેવલની બેઠક બાદ અધિકારીઓ ઓફિસો છોડી જંગલમાં

વિશ્ર્વ વિખ્યાત સૌરાષ્ટ્રનું ઘરેણુ એવા સાવજાીે ઉપર જીવલેણ બેબેસીયા વાયરસનો ખતરો ઉભો થયો છે. અત્યાર સુધીમાં પાંચથી છ સિંહના ટપોટપ મોત થયાની સતાવાર પૃષ્ટિ વન વિભાગે આપી છે. ત્યારે ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સુચનાથી પીએમઓ સીધુ મોનીટરીંગ કરી રહ્યાના અહેવાલો મળી રહ્યાં છે. સૌથી વધુ ડેન્જર ઝોન બાબરીયા, જસાધાર અને જામવાળા રેન્જ વિસ્તાર લોકેટ થયા છે. વધુ ત્રણ સિંહમાં બેબેસિયા વાયરસના લક્ષણ દેખાતા તેનું રેસ્કયુ કરી જશાધાર એનિમલ કેર હોસ્પિટલમાં ખસેડી ઓબ્ઝર્વેશન રખાયા છે. દરમિયાન ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તાકીદની મિટિંગ બોલાવ્યા બાદ ગાંધીનગરથી વન વિભાગના ઉચ્ચ અધિકારીઓનો કાફલો જશાધાર રેન્જ સહિત સાસણ-ગિર દોડી આવ્યા છે. જાણવા મળ્યા મુજબ ડેન્જર ઝોન એવા 10 કિલોમીટરથી વધુ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે.

ગીરના સાવજો પર મંડરાઈ રહેલા મોતના ઓળા વચ્ચે ગાંધીનગરથી વન વિભાગના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક જશાધાર રેન્જ ફોરેસ્ટ વિસ્તારમાં દોડી આવ્યો છે. ગીર પૂર્વ-પશ્ચિમ વિસ્તારના સિંહોની વિકટ પરિસ્થિતિ અંગે અધિકારીઓએ જશાધાર રેન્જ કચેરીએ કલાકો સુધી બંધ બારણે ગહન અને ગંભીર મંત્રણા કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીનગરથી આવેલા વરિષ્ઠ અધિકારીઓએ સ્થાનિક DCF, RFO સહિતના સ્ટાફ સાથે સિંહોના સતત થઈ રહેલા મોત અને રોગચાળા અંગે ઝીણવટભરી ચર્ચા કરી.

મીડિયા સાથેની વાતચીતમાં એક ઉચ્ચ અધિકારીએ દાવો કર્યો કે, સિંહની સિચ્યુએશન સંપૂર્ણપણે કંટ્રોલમાં છે.પરંતુ કલાકો સુધી ચાલેલી ગંભીર અને બંધ બારણા ની ચર્ચા બાદ અધિકારીઓના ચહેરા પર દેખાતી ચિંતા ની લકીરો કંઈક અલગ જ કહાની બયાન કરી રહી છે. જો બધું કંટ્રોલમાં જ હોય તો આટલીગંભીરતાશામાટે? એવો સવાલ વન્યપ્રેમીઓ ઉઠાવી રહ્યા છે.

અધિકારીએ માહિતી આપતા જણાવ્યું કે, વધુ ત્રણ સિંહોનું રેસ્ક્યૂ કરી જશાધાર એનિમલ કેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને તેઓ સારવાર હેઠળ છે. આ સિંહ ની સારવાર નું મોનિટરીંગ સાસાણ ના આ તબીબો કરી રહ્યા છે સાથે બાબરીયા રેન્જના 10થી વધુ અને જસાધાર રેન્જના અનેક સિંહો પહેલેથી જ સારવાર હેઠળ છે. સતત રેસ્ક્યૂ ઓપરેશન અને હોસ્પિટલો ઉભરાઈ જવા છતાં તંત્ર મોતનો ચોક્કસ આંકડો જાહેર કરતું નથી, જે શંકાને વધુ ઘેરી બનાવે છે.

મીડિયામાં ઉઠેલા આક્રોશ બાદ આખરે ગીર જશાધાર રેન્જ અને ગીરગઢડા રેન્જમાં આવેલા ડમ્પીંગ સ્થળો અંગે તંત્રએ ગંભીરતા દાખવી છે. ગીરગઢડા ડમ્પીંગ સાઇટને રોગચાળાનું એપી સેન્ટર ગણાવ્યા બાદ હવે અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપ્યા હોવાનું જાણવા મળે છે. પરિસ્થિતિની ગંભીરતા અંગે પૂછતાં એક અધિકારીએ લાચારી વ્યક્ત કરતા કહ્યું કે, હવે તો ભગવાન જ વન્યપ્રાણીઓની સુરક્ષા જાળવે એવી પ્રાર્થના છે. અધિકારીનું આ નિવેદન તંત્રની હાલત અને પરિસ્થિતીની ભયાવહતા છતી કરે છે. ઈઉટ વાયરસની શંકા, વચ્ચે 75થી વધુ સિંહોના સંપર્કમાં આવવાનું જોખમ ઉભુ થયું હોવાની પણ એક માહિતી મળી છે.

ગીરના જંગલોમાં બેબીસીયાનો રોગચાળો પ્રસરતા સિંહોના અકાળે થઈ રહેલા મોતના પગલે વન વિભાગ અને ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. અન્ય સિંહોને આ રોગથી સંક્રમિત થતાં અટકાવવા માટે વન વિભાગ દ્વારા ગીરના સિંહોનુ સ્ક્રીનિંગ કરવા માટે ટીમો ઉતારવામાં આવી છે. એવામાં આ ગંભીર મુદ્દે વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ મહત્ત્વનું નિવેદન આપ્યું છે.

મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, સિંહોના મોતના ચોક્કસ કારણો જાણવા માટે તેમજ અન્ય સિંહોને બચાવવા માટે વન વિભાગ અને તબીબોની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂૂ કરી દેવામાં આવી છે. અત્યારે મૃત્યુ પામેલા સિંહોના સેમ્પલ મેળવી લેવામાં આવ્યા છે. જેને સચોટ તપાસ માટે ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (GBRC) ખાતે મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત જે સિંહોમાં વાઇરસના લક્ષણો દેખાયા છે અને જે સંક્રમિત છે, તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે.
આ વાઇરસ વધુ ના ફેલાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કડક પગલા લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત વાઇરસથી અસરગ્રસ્ત 10 કિલોમીટરના વિસ્તારને સીલ કરીને ત્યાં સિંહોને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

પ્રાથમિક માહિતી મુજબ, આ રોગ બેબીસીયા વાઇરસનો હોવાનું સામે આવ્યું છે, જે ઈતરડી નામની જીવાત કરડવાથી ફેલાય છે.વન વિભાગની ટીમો દ્વારા જંગલ વિસ્તારમાં ઈતરડીનો નાશ કરવા માટે ખાસ કામગીરી હાથ ધરવામાં આવી છે, જેથી અન્ય તંદુરસ્ત સિંહોને વાઇરસની અસર ના થાય. આ ઉપરાંત જૂનાગઢ વેટરનરી કોલેજના નિષ્ણાંત ડોક્ટરો તેમજ અન્ય અન્ય તબીબોની ટીમ હાલ ગીરના જંગલમાં સતત સિંહોની સ્થિતિ પર 24 કલાક નજર રાખી રહી છે.

નિવૃત્ત બદલી પામેલા અધિકારીઓને જશાધાર રેન્જ બોલાવી લેવાયા
સિંહોની ચિંતાજનક અને વિસ્ફોટક પરિસ્થિતીને ધ્યાને લઈને વન વિભાગે અભૂતપૂર્વ નિર્ણય લીધો છે. તમામ જુના, અનુભવી, નિવૃત્ત અને બદલી પામેલા આર.એફ.ઓ. સહિત ફોરેસ્ટ અને વન કર્મચારીઓ મળી 20 થી 25 જેટલા વન્ય વિભાગ સાથે સંકળાયેલા નિષ્ણાત કર્મીઓને તાત્કાલિક જશાધાર રેન્જ ફોરેસ્ટ કચેરીએ બોલાવી લેવાયા છે. ઉચ્ચ અધિકારીઓ આ અનુભવી અમલદારો સાથે ગહન પરામર્શ કરી ગીરના સિંહોની જીવલેણ પરિસ્થિતી અંગે ઐતિહાસિક અને ગંભીર નિર્ણય લે તેવી પ્રબળ સંભાવના ઉભી થઈ છે.જુના જોગીઓ જ હવે ગીરને ઉગારશે એવી આશાવન્યપ્રેમી ઓ સેવી રહ્યા છે.

ચોરવાડથી મૂળ દ્વારકા સુધી સતર્કતા, 20થી વધુ સિંહ પર સતત ઓબ્ઝર્વેશન
ગુજરાતનું ગૌરવ અને વિશ્વવિખ્યાત એશિયાટિક સિંહો પર ફરી એકવાર ગંભીર સંકટના વાદળો ઘેરાયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ રેન્જમાં પણ યુદ્ધના ધોરણે બચાવ અને મોનીટરીંગ કામગીરી હાથ ધરી સિંહો પર સતત 24 કલાક ઓબ્ઝર્વેશન કરવામાં આવી રહેલ છે. વેરાવળ રેન્જના ઇન્ચાર્જ એ.સી.એફ. યોગેશ કલસરિયા એ માહિતી આપતાં જણાવેલ કે, ગીર વિસ્તારમાં ફેલાયેલા રોગચાળા ની અસરને ધ્યાને લઈ ચોરવાડ થી લઈને મૂળ દ્વારકા સુધીના કોસ્ટલ ફોરેસ્ટ તેમજ રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરતા 20 થી વધુ સિંહો પર સતત 24 કલાક ઓબ્ઝર્વેશન રાખવામાં આવી રહ્યું છે. વન વિભાગના ટ્રેકર્સ, ગાર્ડ અને ફિલ્ડ સ્ટાફની વિશેષ ટીમ દિવસ-રાત મેદાનમાં રહી દરેક સિંહની હિલચાલ, ખોરાક, વર્તન અને આરોગ્ય પર બારીક નજર રાખી રહી છે. વેરાવળ રેન્જમાં તમામ સિંહ સંપૂર્ણ સ્વસ્થ છે. ચિંતાજનક લક્ષણો જોવા મળ્યા નથી. તેમ છતાં પરિસ્થિતિ ની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જો જરૂૂર જણાશે તો તાત્કાલિક રસીકરણ અને સારવાર માટે તમામ જરૂૂરી તૈયારીઓ પૂર્ણ કરાઈ છે.