Site icon Gujarat Mirror

ઉપલેટામાં માતાજીના મંદિરમાં થયેલી ચોરીમાં પૂજારી નીકળ્યો ચોર

રાજકોટના ઉપલેટા શહેરમાં સુવા પ્લોટ ખાતે આવેલા આસ્થાના કેન્દ્ર સમાન પીઠડ માતાજીના મંદિરમાં થયેલી લાખોની ચોરીનો ભેદ ઉપલેટા પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે અહીંયા ચોંકાવનારી બાબત એ છે કે “રક્ષક જ ભક્ષક” બન્યો હોય તેમ, મંદિરમાં સેવા-પૂજા કરતા પૂજારીએ જ આ ચોરીને અંજામ આપ્યો હોવાનું ખુલતા પોલીસે પુજારીની અટકાયત કરી તેમની પાસેથી મુદ્દામાલ કબજે કરી લીધો હોવાનું જાહેર કર્યું છે.

ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, 22 જાન્યુઆરીના રોજ સવારે તેઓ મંદિરે પહોંચ્યા ત્યારે મેઈન ગેટ અને ગર્ભગૃહના તાળા તૂટેલા હતા. અંદર તપાસ કરતા માતાજીનું પાંચ તોલાનું સોનાનું છતર, બે તોલાનું ડોકિયું, કાનની પાંદડીઓ અને નથડી મળી કુલ રૂૂ.11 લાખ 80 હજારના દાગીના ગાયબ હતા. આ અંગે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

પોલીસે બાતમીની આધારે ખાખીજાળીયા રોડ પર વોચ ગોઠવી આરોપી ચંદ્રેશ બાંભણીયા ને ઝડપી લીધો હોવાનું જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે પોલીસે જેની અટકાયત કરી છે તે વ્યક્તિ મંદિરમાં જ પૂજારી તરીકે સેવા આપતો હતો. પોલીસે પુજારી પાસેથી ચોરી થયેલ તમામ દાગીના અને ગુનામાં વપરાયેલ હુંડાઈ શ10 કાર (GJ03ML4288) સહિત કુલ રૂૂ. 45 લાખ 80 હજારનો મુદ્દામાલ રિકવર કર્યો છે.

Exit mobile version