Site icon Gujarat Mirror

ભાવ તળિયે, 10 વિઘા ડુંગળી ઉપર ખેડૂતે ટ્રેકટર ફેરવી દીધું

ગુજરાતમાં માવઠાએ ખેડૂતોના મોઢે આવેલો કોળીયો ઝુંટવી લીધો છે અને ચાર મહીનાની માળી મહેનત ઉપર પાણી ફેરવી દીધું છે ત્યારે ગઇકાલે જ રાજય સરકારે 10 હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું છે પરંતુ ખેડુતોની પીડાનો કોઇ પાર નથી. મગફળી- કપાસના પાકને ભારે ફટકો પડયો છે તો ડુંગળી પાણીના ભાવે વેંચાઇ રહી હોવાથી ખેડૂતોને મહેનત માથે પડી છે. ઉના તાલુકાના જરગલી ગામના ખેડૂતે 10 વિઘામાં ઉભેલા ડુંગળીના પાક ઉપર ટ્રેકટર ફેરવી દીધું હતું. ખેડુતનું કહેવું છે કે, ડુંગળી યાર્ડમાં પહોંચાડવાનો ખર્ચ પણ મળતો નહીં હોવાથી પાકનો નાશ કરવા સિવાય કોઇ છૂટકો નથી.

Exit mobile version