ગ્લેમર અને ફેશન ઇન્ડસ્ટ્રી બહારથી જેટલી ઝાકઝમાળ ભરેલી દેખાય છે, તેની પાછળનું સત્ય ક્યારેક એટલું જ ભયાનક અને ચોંકાવનારું હોય છે. મોડેલિંગ કે એક્ટિંગના ક્ષેત્રમાં પોતાની ઓળખ બનાવવા માંગતા નવયુવાનોએ ક્યારેક એવા રસ્તાઓ કે પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે જેની તેમણે ક્યારેય કલ્પના પણ નથી કરી હોતી. તાજેતરમાં જ રિયાલિટી શો ‘સ્સ્પિટ્સવિલા’ અને ‘લોક અપ 2’ ની સ્પર્ધક રહી ચૂકેલી મોડેલ અકાંક્ષા ચૌધરીએ પોતાના ભૂતકાળનો એક એવો કડવો અનુભવ શેર કર્યો છે, જેણે આ ઇન્ડસ્ટ્રીના કાસ્ટિંગ કાઉચ અને શોષણના કડવા સત્યને ફરી એકવાર લોકો સમક્ષ લાવી દીધું છે.
અકાંક્ષા ચૌધરીએ પોતાની આપવીતી જણાવતાં કહ્યું કે, આ ઘટના એ સમયની છે જ્યારે તે મોડેલિંગ ક્ષેત્રમાં નવી હતી અને એક મોટા બ્યુટી પેજન્ટ (સૌંદર્ય સ્પર્ધા) માં ભાગ લેવા માટે તૈયારી કરી રહી હતી. કોઈપણ મોટી ફેશન સ્પર્ધામાં ભાગ લેવા માટે મોડેલ્સે ટ્રેનિંગ ફી, ખાસ પ્રકારના ડ્રેસિસ (ગાર્મેન્ટ્સ), પોર્ટફોલિયો અને અન્ય ઘણા નાના-મોટા ખર્ચાઓ જાતે જ ઉઠાવવાના હોય છે. એ સમયે અકાંક્ષાની આર્થિક સ્થિતિ એવી નહોતી કે તે આ તમામ ખર્ચાઓ પહોંચી વળે. તેને એ સમયે પોતાની ટ્રેનિંગ અને કપડાં માટે લગભગ 1 થી 2 લાખ રૂૂપિયાની તાકીદે જરૂૂર હતી. તે પોતાના સપનાને પૂરું કરવા માંગતી હતી, પરંતુ પૈસાની કમી તેના રસ્તામાં મોટો રોડબ્લોક બનીને ઉભી હતી.
પોતાની મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે અકાંક્ષાએ એક એવા વ્યક્તિનો સંપર્ક કરવાનું વિચાર્યું જેને તે છેલ્લા કેટલાક વર્ષોથી ઓળખતી હતી. આ વ્યક્તિ બ્યુટી પેજન્ટ સર્કિટમાં ખૂબ જાણીતો અને વરિષ્ઠ ચહેરો હતો. તે અગાઉ પણ ઘણી મોટી સૌંદર્ય સ્પર્ધાઓમાં જજ રહી ચૂક્યો હતો અને ઇન્ડસ્ટ્રીમાં નવા આવનારા કલાકારોને મદદ કરવા માટે ઓળખાતો હતો.
પોતાના અનુભવને યાદ કરતાં અકાંક્ષાએ કહ્યું, હું જ્યારે ગઈ ત્યારે તે આવ્યા. તેમણે પહેલા મને સામાન્ય ગળે મળવા (હગ કરવા) માટે અભિગમ અપનાવ્યો, પરંતુ હગ કરવાને બદલે તેમણે મને ધક્કો માર્યો અને પકડી લીધી. અકાંક્ષાએ આગળ જણાવ્યું કે તેણે સતત પોતાને છોડાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે વ્યક્તિ તેને પકડી રાખવાની કોશિશ કરી રહ્યો હતો. અકાંક્ષાએ કહ્યું, તે ઉંમરમાં ઘણો મોટો (વૃદ્ધ) હતો, એટલે મેં હિંમત કરીને તેનો હાથ જોરથી પકડ્યો અને આંચકો મારીને પોતાને તેનાથી દૂર કરી.
માત્ર અયોગ્ય સ્પર્શ જ નહીં, પરંતુ એ પછી પેલા વ્યક્તિએ અકાંક્ષા સામે જે શરત મૂકી તે સાંભળીને કોઈપણ શોક થઈ જાય. અકાંક્ષાના આક્ષેપ મુજબ, પેલા વ્યક્તિએ ’ચેસ્ટ દબાવી અને મહિનામાં 5-6 રાત સુવાની માગ કરી. રિયાલિટી શો લોક અપ 2 તેના ફિનાલે વીકમાં આવી ગયો છે. જવજ્ઞૂને ટૂંક સમયમાં જ વિનર મળી જશે પરંતુ તે પહેલાં સ્પર્ધકો પોતાના ખુલાસા કરી રહ્યા છે. અત્યાર સુધી જવજ્ઞૂ માં ઘણા સ્પર્ધકોએ જણાવ્યું છે કે, નાનપણમાં તેમનું શોષણ (મોલેસ્ટ) થયું હતું અને હવે આકાંક્ષા ચૌધરીએ પોતાની જિંદગીનો ડાર્ક સિક્રેટ ખોલી દીધો છે.
