ગુજરાત
CBSC દ્વારા ધો.10 અને 12ની પ્રેેક્ટિકલ પરીક્ષા તા.1 જાન્યુઆરીથી શરૂ
શિયાળુ સત્રની શાળાઓ માટે તા.5 નવે.થી 5 ડિસે. સુધી આયોજન
સેન્ટ્રલ બોર્ડ ઓફ એજ્યુકેશન એટલે કે સીબીએસઇએ ધોરણ 10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષાઓની જાહેરાત કરી છે. સીબીએસઇએ એક પરિપત્ર બહાર પાડ્યો છે. પરિપત્ર મુજબ, સીબીએસઇ ધોરણ 10 અને 12 બોર્ડના પરીક્ષાર્થીઓ માટે પ્રેક્ટિકલ પરીક્ષાઓ અને આંતરિક મૂલ્યાંકન (આઇએ) 1 જાન્યુઆરીથી હાથ ધરવામાં આવશે અને થિયરી પેપર 15 ફેબ્રુઆરી, 2025 થી શરૂ થશે.
નોંધનીય છે કે શિયાળુ સત્રની શાળાઓ માટે સીબીએસઇ પ્રેક્ટિકલ પરીક્ષાઓ 5 નવેમ્બરથી 5 ડિસેમ્બર, 2024 વચ્ચે યોજાશે. અગાઉના પરિપત્રમાં, બોર્ડે કહ્યું હતું કે જો કે પરીક્ષા માર્ગદર્શિકામાં ઉલ્લેખ છે કે પ્રાયોગિક પરીક્ષાઓ 1 જાન્યુઆરીથી લેવામાં આવશે, તે મહિને શિયાળાની શાળાઓ બંધ રહેવાની અપેક્ષા છે. હવે પછી બોર્ડની પરીક્ષાની ડેટશીટની રાહ જોવાઈ રહી છે. ભૂતકાળના વલણોને ધ્યાનમાં રાખીને, સીબીએસઇ થીયરી પેપર માટેનું સમયપત્રક ડિસેમ્બરમાં બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે. માહિતી અનુસાર, વર્ષ 2025માં દેશ અને વિદેશની 8,000 શાળાઓમાં 10મા અને 12મા ધોરણની બોર્ડની પરીક્ષામાં લગભગ 44 લાખ ઉમેદવારો ભાગ લેશે.
બોર્ડે 10મા અને 12મા ધોરણની બોર્ડ પરીક્ષાના નમૂના પેપરો શૈક્ષણિક વેબસાઇટ પર જાહેર કર્યા છે. વિદ્યાર્થીઓ ભબતય ફભફમયળશભ. ક્ષશભ.શક્ષ પરથી નમૂનાના પેપર ડાઉનલોડ કરી શકે છે અને તેનો અભ્યાસ માટે ઉપયોગ કરી શકે છે અને પરીક્ષાની માર્કિંગ સ્કીમ અને પેટર્ન અને પરીક્ષામાં પૂછવામાં આવેલા પ્રશ્નોના પ્રકારને સમજી શકે છે.