Site icon Gujarat Mirror

પોરબંદર-સિકંદરાબાદ અને પોરબંદર દાદર એકસપ્રેસ ટ્રેનના સમયમાં કાલે ફેરફાર

રાજકોટ: પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝન અંતર્ગત બિલિમોરા જંક્શનઅમલસાડ રેલ સેક્શન પર આવેલા બ્રિજ નંબર 369 પર જૂના સ્ટીલ ગર્ડરના સ્થાને આધુનિક પ્રી-સ્ટ્રેસ્ડ કોંક્રિટ (PSC) સ્લેબ ઇન્સ્ટોલ કરવાનું મહત્વપૂર્ણ કાર્ય કરવામાં આવશે.

આ કામગીરીથી પુલની માળખાકીય મજબૂતી અને સુરક્ષામાં વધારો થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીવીઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ કામગીરી માટે 23 અને 24 જૂન, 2026ના રોજ બ્લોક લેવામાં આવશે. જેના કારણે રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી કેટલીક ટ્રેનો રિશેડ્યુલ (તેના સમયમાં ફેરફાર) કરવામાં આવી છે. જેમાં 23 જૂન, 2026 ના રોજ પોરબંદરથી ઊપડનારી ટ્રેન સંખ્યા 20968 પોરબંદરસિકંદરાબાદ એક્સપ્રેસ તેના નિર્ધારિત સમય કરતાં 2 કલાક મોડી ઊપડશે.

23 જૂન, 2026 ના રોજ પોરબંદરથી ઊપડનારી ટ્રેન સંખ્યા 19016 પોરબંદરદાદર એક્સપ્રેસ તેના નિર્ધારિત સમય કરતાં 1 કલાક 30 મિનિટ મોડી ઊપડશે. રેલ પ્રશાસન મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ મુસાફરી શરૂૂ કરતા પહેલા પોતાની ટ્રેનની અધ્યતન સ્થિતિની માહિતી enquiry.indianrail.gov.in અથવા NTES એપના માધ્યમથી મેળવી લે.

Exit mobile version