ડબલિંગ કામગીરીને કારણે પોરબંદર-કાનાલુસ-પોરબંદર લોકલ ટ્રેનો 15 ઓક્ટોબર સુધી આંશિક રીતે રદ

રાજકોટ ડિવિઝનના લાખાબાવળપીપળીકાનાલુસ સેક્શનમાં ચાલી રહેલા ડબલિંગ કામને કારણે, કાનાલુસપોરબંદર અને પોરબંદરકાનાલુસ લોકલ ટ્રેનો તાત્કાલિક અસરથી 15 ઓક્ટોબર, 2025 સુધી આંશિક રીતે રદ રહેશે. વિગતો…

રાજકોટ ડિવિઝનના લાખાબાવળપીપળીકાનાલુસ સેક્શનમાં ચાલી રહેલા ડબલિંગ કામને કારણે, કાનાલુસપોરબંદર અને પોરબંદરકાનાલુસ લોકલ ટ્રેનો તાત્કાલિક અસરથી 15 ઓક્ટોબર, 2025 સુધી આંશિક રીતે રદ રહેશે. વિગતો નીચે મુજબ છે:

1) ટ્રેન નંબર 59206 પોરબંદરકાનાલુસ લોકલ
આ ટ્રેન હવે 15 ઓક્ટોબર, 2025 સુધી પોરબંદરથી ઉપડીને માત્ર ગોપજામ સુધી જ દોડશે અને ગોપજામકાનાલુસ સેક્શન વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

2) ટ્રેન નંબર 59205 કાનાલુસપોરબંદર લોકલ
આ ટ્રેન હવે 15 ઓક્ટોબર, 2025 સુધી કાનાલુસને બદલે ગોપજામ સ્ટેશનથી ઉપડશે અને કાનાલુસગોપજામ સેક્શન વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

રેલ યાત્રીઓને વિનંતી છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરીનું આયોજન કરે. ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ માહિતી માટે, મુસાફરોને વિનંતી છે કે તેઓ www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લે, જેથી કોઈ અસુવિધા ન થાય.