પોપ ક્વિન મેડોના, શકીરા, જસ્ટિન બીબરે મચાવી ધમાલ

ફિફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચ માત્ર ફૂટબોલ માટે જ નહીં, પરંતુ મ્યુઝિક ક્ષેત્રે પણ એક નવો ઇતિહાસ રચી ગઈ છે. ફિફાના ઇતિહાસમાં પહેલીવાર ફાઇનલ…

ફિફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચ માત્ર ફૂટબોલ માટે જ નહીં, પરંતુ મ્યુઝિક ક્ષેત્રે પણ એક નવો ઇતિહાસ રચી ગઈ છે. ફિફાના ઇતિહાસમાં પહેલીવાર ફાઇનલ મેચ દરમિયાન 11 મિનિટનો ખાસ હાફ-ટાઇમ શો યોજાયો હતો. આ શોમાં પોપ મ્યુઝિક, કે-પોપ, રોક અને લેટિન મ્યુઝિકના વિશ્વવિખ્યાત કલાકારોએ એકસાથે આવીને શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું.

સ્પેન અને અર્જેન્ટીના વચ્ચે રમાયેલી આ રોમાંચક મેચ વચ્ચે યોજાયેલાં આ શોએ સમગ્ર સ્ટેડિયમમાં ધુમ મચાવી દીધી હતી. શોની ધમાકેદાર શરૂૂઆત પોપ ક્વીન મેડોનાએ પોતાનાં 2000ના સુપરહિટ ગીત મ્યુઝિક સાથે કરી હતી, જેમાં બ્રાઝિલના મહાન ફૂટબોલર્સ રોનાલ્ડો અને રોનાલ્ડિન્હો પણ તેમની સાથે સ્ટેજ પર જોવા મળ્યાં હતાં.ત્યારબાદ વિશ્વવિખ્યાત K-Pop ગ્રુપ BTSએ પોતાનાં હિટ ગીત ડાયનામાઇટ પર જોરદાર પરફોર્મન્સ આપીને ઇતિહાસ રચ્યો હતો. BTS ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં પર્ફોર્મ કરનારું પહેલું K-Pop ગ્રુપ બન્યું છે.BTSના મેમ્બર જંગકૂક માટે પણ આ ક્ષણ ખાસ હતી, કારણ કે 2022ના કતાર વર્લ્ડ કપ પછી તેઓ ફરી એકવાર ફિફાના સૌથી મોટા મંચ પર ચમક્યા હતા.

મેડોના અને BTS બાદ જસ્ટિન બીબરે પોતાના ગીત એવરીથિંગ હાલેલુયાથી માહોલને એક અલગ જ શાંતિ આપી હતી. ત્યારબાદ ફિફાની ક્વીન ગણાતી શકીરા અને બર્ના બોયે સાથે મળીને 2026ના વર્લ્ડ કપના સત્તાવાર એન્થમ દાઈ દાઈ (Dai Dai) પર ધમાકેદાર પર્ફોર્મન્સ આપ્યું હતું. શકીરા માટે વર્લ્ડ કપ હંમેશાં ખાસ રહ્યો છે, કારણ કે 2010નું વાકા વાકા અને 2014નું લા લા લા ગીત આજે પણ ફૂટબોલ ફેન્સના દિલમાં વસેલું છે. કાર્યક્રમનાં અંતમાં ઓરકેસ્ટ્રાના સૂર સાથે સ્ટેડિયમ એન્થમ ’સેવન નેશન આર્મી’ વાગ્યું હતું. આ પછી બેન્ડ ’કોલ્ડપ્લે’ અને ઙજ22 ચોઈસે ’વી ડાન્સ’ ગીત ગાઈને આ ઐતિહાસિક હાફ-ટાઇમ શોનો એક યાદગાર અને સુંદર અંત કર્યો હતો. ગ્રાન્ડ ફિનાલે વખતે આકાશમાં રોશની અને ફટાકડાના ઝગમગાટ સાથે તમામ કલાકારો સ્ટેજ પર એકસાથે જોવા મળ્યાં હતાં.