ગુજરાત
પોલીસનું જોર લગાકે હૈસા, રસ્સા ખેંચમાં ક્રાઈમ બ્રાંચે મેદાન માર્યું
શહેર પોલીસના ચોથા વાર્ષિક રમતોત્સવમાં અલગ અલગ 24 રમતોનું આયોજન, કોન્સ્ટેબલથી માંડી સી.પી. સુધીના જોડાયા
રાજકોટ શહેર પોલીસ દ્વારા ચોથો વાર્ષિક રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આજથી પાંચ દિવસ ચાલનારા આ વાર્ષિક રમતોસ્વમાં શહેર પોલીસની ચાર ટીમો બનાવવામાં આવી હોય જેમાં અલગ અલગ સ્પર્ધામાં આ ચાર ટીમોએ લાભ લીધો હતો. રસ્સા ખેંચમાં ક્રઈમ બ્રાંચનીટીમે મેદાન માર્યુ હતું. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ રમતોત્સવમાં ડીસીપી ક્રાઈમ, ડીસીપી ઝોન-1, ડીસીપી ઝોન-2 અને ડીસીપી હેડક્વાર્ટરની ચાર ટીમો વચ્ચે કુલ 9 અલગ અલગ ઈવેન્ટ તથા 6 ગેમ અને ચાર ઈન્ડોર ગેમનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પ્રથમ રસ્સાખેંચમાં ડીસીપી ક્રાઈમ અને ડીસીપીઝોન 1ની ટીમ વચ્ચે ડીસીપી ક્રાઈમની ટીમ વિજેતા થઈ હતી. જ્યારે બીજા મેચમાં ડીસીપી ઝોન-2 અને ડીસીપી હેડક્વાર્ટર વચ્ચેની મેચમાં ડીસીપી હેડક્વાર્ટરની ટીમ વિજેતા થઈ હતી. તેમજ ફૂટબોલ પુરુષ વિભાગમાં પણ ડીસીપી હેડક્વાર્ટરની ટીમ વિજેતા જાહેર થઈ હતી. બીજી મેચમાં ડીસીપી ક્રાઈમને હરાવી ડીસીપી ઝોન-1ની ટીમ વિજેતા થઈ હતી. જ્યારે બાસ્કેટ બોલ મહિલા વિભાગમાં ડીસીપી ક્રાઈમ, ડીસીપીઝોન-1 અને ઝોન-2 તથા હેડક્વાર્ટર વચ્ચે યોજાયેલ મેચમાં ડીસીપી ક્રાઈમ અને ડીસીપી હેડક્વાર્ટરની ટીમ વિજેતા થઈ હતી. ઉપરાંત આ રમતોત્સવમાં બેડમિન્ટન, ટેબલ ટેનીસ, કબડ્ડી, વોલીબોલ વગેરે સ્પર્ધા પણ યોજાશે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ ઉદ્ઘાટનમાં પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, પોલીસની નોકરીમાં સતત વ્યસ્ત રહેવા છતાં ખેલાડીઓ ઉત્સાહથી ભાગ લઈ ગુજરાત પોલીસમાં સારીરિક ફિટનેશ અને શિસ્ત અને ટીમ ભાવનાજળવાઈ રહે તે હેતુથી રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.