ગુજરાત

દ્વારકામાં 70 વાહનચાલકો સામે કાર્યવાહી કરી 14 વાહનો ડિટેન કરતું પોલીસતંત્ર

Published

on

ટ્રાફિક નિયમન ભંગ બદલ તમામ સામે કરાઇ કાર્યવાહી

દેવભૂમિ દ્વારકામાં બેફામ બની ગયેલા વાહન ચાલકો તેમજ રેંકડી ધારકો સામે પોલીસ દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવી છે. સુવિખ્યાત યાત્રાધામ કે જ્યાં દરરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ યાત્રાળુ આવે છે, ત્યારે દ્વારકામાં ટ્રાફિક નિયમનને ઘોળીને પી જતા તેમજ મોટર વાહન અધિનિયમનો ઉલાળીયો કરનારા વાહન ચાલકો સામે પોલીસ તંત્ર દ્વારા મંગળવારે સધન કાર્યવાહી કરવામાં આવી હતી.


જેમાં આર.ટી.ઓ.ને સાથે રાખીને પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા આ સંયુક્ત ઓપરેશનમાં 70 વાહન ચાલકો સામે કાર્યવાહી કરાવી હતી. જે પૈકી 14 વાહનો ડીટેઈન કરાયા હતા. દ્વારકામાં પ્રથમ વખત આ પ્રકારની કડક કાર્યવાહીમાં જિલ્લા ટ્રાફિક વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. વી.એમ. સોલંકી, આર.ટી.ઓ. અધિક તલસાણીયા તેમજ તેમની ટીમ દ્વારા વાહનોમાં બ્લેક ફિલ્મ, એલ.ઈ.ડી. લાઇટો, ઘોંઘાટીયા સાયલેન્સર, લાયસન્સ તથા કાગળ વગર નીકળેલા વાહન ચાલકો વિગેરે નિયમોનું ઉલ્લંઘન કરતા આસામીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી.આ જ રીતે આગામી સમયમાં અન્ય વિસ્તારોમાં પણ આરટીઓ અને પોલીસની સંયુક્ત ચેકિંગ કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version