ઉનાના કેસરિયામાં 2.73 લાખની ચોરીનો કોયડો પોલીસે ઉકેલ્યો

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કેસરીયા ગામે ગત 1લી મે 2026ના રોજ રાત્રીના અંધારામાંઆચરવા માં આવેલી લાખો રૂૂપિયાની ઘરફોડ ચોરીનો ભેદ ઉના પોલીસે ગણતરીના દિવસોમાં…

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કેસરીયા ગામે ગત 1લી મે 2026ના રોજ રાત્રીના અંધારામાંઆચરવા માં આવેલી લાખો રૂૂપિયાની ઘરફોડ ચોરીનો ભેદ ઉના પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખીને મોટી સફળતા મેળવી છે. પોલીસે આ પ્રકરણમાં ગામના જ ચાર શાતિર આરોપીઓને ઝડપી પાડીને તેમની નિશાન દેહી પર વાડીમાં ખાડો ખોદીને દાટી રાખેલો રોકડ રકમ તથા સોના-ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

કેસરીયા-દીવ હાઈવે રોડ પર રહેતા ભાણજીભાઈ નાનુભાઈ કામલિયા પોતાના સમગ્ર પરિવાર સાથે 1લી મેના રોજ શિમલા-મનાલી ફરવા માટે ઉપડી ગયા હતા. ઘર બંધ હોવાની જાણ ગામના જ કેટલાક જાણભેદુ તસ્કરોને થઈ ગઈ હતી. આ તકનો પૂરેપૂરો લાભઉઠાવી ને રાત્રીના સમયે તસ્કરોએ ભાણજીભાઈના મકાનના તાળા તોડીને અંદર પ્રવેશ કર્યો હતો.

તસ્કરોએ ઘરમાં રહેલી તિજોરી અને કબાટ ફેંદીને રોકડ રકમ, સોનાના દાગીના, ચાંદીના ઘરેણાં સહિત કુલ રૂૂ. 2,73,600 ની માલમત્તા પર હાથ સાફ કરી દીધો હતો. ફરવા ગયેલો પરિવાર પરત ફર્યો ત્યારે ઘરનો સામાન વેરવિખેર હાલતમાં જોતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તાત્કાલિક ઉના પોલીસ મથકે દોડી જઈને સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.પાક્કી બાતમી અને નક્કર પુરાવાના આધારે ઉના પોલીસે કેસરીયા ગામના સંજય ઉર્ફે ભુરો ધીરુ વાજા, જગદીશ ઉર્ફે જયદો બચુભાઈ શિંગડ, દેવસી બીજલભાઈ શિંગડ અને *વિપુલગીરી શંકરગીરી મેઘનાથી નામના ચાર શખ્સોને ઉઠાવી લીધા હતા. પોલીસ મથકે લાવીને ચારેયની અલગ અલગ અને આકરી શૈલીમાં સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી. પોલીસના સવાલો સામે શરૂૂઆતમાં આનાકાની કરનારા ચારેય આરોપીઓ આખરે ભાંગી પડ્યા હતા. તેમણે એક સૂરમાં કબૂલાત કરી હતી કે, ભાણજીભાઈનો પરિવાર બહારગામ ગયો હોવાની જાણ થતાં તેઓએ ભેગા મળીને ચોરીનો પ્લાન બનાવ્યો હતો અને રાત્રીના સમયે ઘરમાં ઘૂસીને રોકડ તથા દાગીનાની ચોરી કરી હતી.

આરોપીઓએ કબૂલાતમાં જણાવ્યું કે પકડાઈ જવાના ડરથી તેમણે ચોરી કરેલા મુદ્દામાલને ગામથી થોડે દૂર આવેલી એક અવાવરુ વાડીમાં ખાડો ખોદીને દાટી દીધો હતો. આરોપીઓની કબૂલાત બાદ ઉના પોલીસની ટીમ ચારેય આરોપીઓને લઈને તે વાડીએ પહોંચી હતી.પોલીસ કાર્યવાહીની જાણ થતાં જ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. સૌની નજર સામે આરોપીઓએ જાતે જ જે જગ્યાએ મુદ્દામાલ દાટ્યો હતો તે જગ્યા બતાવી. પોલીસે ત્યાં ખોદકામ કરાવતા પ્લાસ્ટિકની કોથળીમાંથી રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂૂ. 84,769 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે પંચનામું કરીને સમગ્ર મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સુરક્ષા ના ભાગરૂૂપે પોલીસે મીડિયાકર્મીઓને રીકવરી સ્થળથી દૂર રાખ્યા હતા.