Site icon Gujarat Mirror

મહારાષ્ટ્રથી મોરબી તરફ જતો 52 લાખનો દારૂ વિરમગામ પાસેથી પોલીસે ઝડપી લીધો

 

વિરમગામ ગ્રામ્ય પોલીસે હાંસલપુર સર્કલ નજીક 52.06 લાખની કિંમતનો દારૂૂની 23,664 બોટલનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે કુલ રૂૂપિયા 6211080 ના મુદ્દામાલ સાથે ટ્રક ચાલક ડ્રાઇવરને અટકાયત કરી છે. ઉલ્લેખનીય છેકે, મહારાષ્ટ્રથી દારૂૂનો જંગી જથ્થો ભરીને નીકળેલ ટ્રક તમામ ચેકપોસ્ટ વટાવીને છેક ગુજરાતના વિરમગામ સુધી પહોંચી ગયું હતું.

વિરમગામ ગ્રામ્ય પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે વિદેશી દારૂૂ ભરીને ટ્રક અમદાવાદથી મોરબી હાઇવે વાયા હાસલપુર સર્કલ થઈ પસાર થવાનો છે. બાતમીના આધારે વિરમગામ ગ્રામ્ય પોલીસે હાસલપુર સર્કલ નાકાબંધી કરી હતી. દરમિયાન બાતમી વાળો ટ્રક (એમએચ-50-એન-3302) આવતા રોકી તપાસ કરતા શાકભાજી ભુસાના કોથળાની આડમાં સંતાડેલો વિદેશી દારૂૂની 23,664 બોટલ (કિં.રૂૂ. 52,06,080 લાખ) મળી આવી હતી. પોલીસ દારૂૂ, ટ્રક (કિં.રૂૂ.10,00,000), મોબાઈલ (કિં.રૂૂ.5,000) મળી કુલ રૂૂપિયા 62,11,080નો મુદ્દામાલ કબજે કરી ટ્રક ચાલક રાજુ તમમા ભામશો ખાંડેકર (રહે. મિરાજ તાલુકો, જિ.સાંગલી, મહારાષ્ટ્ર)ની અટકાયત કરી હતી. જ્યારે વિદેશી દારૂૂ ગુજરાતમાં મોકલનાર સાજીદ મુલાની દિવાન (રહે. કરાડ, જિ.સતારા, મહારાષ્ટ્ર) હાજર મળી નહીં આવતા તેની સામે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી હતી. કયા બુટલેગરે મંગાવ્યો હતો તે અંગે હજુ રહસ્ય છે.

Exit mobile version