Site icon Gujarat Mirror

રાણપુરના ઉમરાળા ગામ પાસે થયેલ લૂંટના આરોપીનું પોલીસે રિક્ધટ્રક્શન કરાવ્યુ

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ઉમરાળા ગામે વૃદ્ધા સાથે થયેલી લૂંટના આરોપી નું પોલીસે રીક્ધટ્રક્શન કરાવ્યુ છે.આરોપી હરેશ મેણીયા એ થોડા દિવસ પહેલા રાણપુર તાલુકાના ઉમરાળા ગામ પાસેથી અમુબેન જીણાભાઈ મકવાણા (ઉં.વ. 60) ના કાનમાંથી બળજબરીપૂર્વક સોનાની બે બુટ્ટીઓ ખેંચી લૂંટ ચલાવી હતી અને તેમને ઇજા પહોંચાડી ફરાર થઈ ગયો હતો.

પોલીસે આ ગુનાની ગંભીર તને લઈને આરોપી હરેશ મેણીયા ને કાનીયાડ ગામ પાસેથી ઝડપી પાડ્યો હતો. રાણપુર પોલીસ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટ દ્વારા આરોપીના ત્રણ દિવસના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા જેને લઈને રાણપુર પોલીસ સ્ટેશનના ઙજઈં એચ.એ.વસાવા અને પોલીસ સ્ટાફે આરોપી હરેશ મેણીયા ને સાથે રાખી ઉમરાળા ગામે ઘટના સ્થળે લઈ જઈ ને સમગ્ર ઘટનાનું રીક્ધટ્રક્શન કરાવ્યું હતું

Exit mobile version