Site icon Gujarat Mirror

જસદણના જૂના જસાપરમાં નદીના પટમાં પોલીસ ત્રાટકી, દેશી દારુ બનાવવાની ભઠ્ઠી ઝડપાઈ

જસદણ તાલુકાના જૂના જસાપર ગામ પાસેથી પસાર થતી ભાદર નદીના કાંઠે પોલીસની નજરથી બચીને ચાલતા દેશી દારૂૂના કાળા કારોબારનો આટકોટ પોલીસે પર્દાફાશ કર્યો હતો. બાતમીના આધારે પોલીસે નદીના પટમાં સર્જિકલ સ્ટ્રાઈક જેવો દરોડો પાડીને દારૂૂ બનાવવાની ભઠ્ઠી અને મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.આ કામગીરી દરમિયાન પોલીસે એક આરોપીને દબોચી લીધો હતો, જ્યારે લાખોની કિંમતનો કેમિકલ અને દારૂૂનો જથ્થો નાશ કરાયો હતો. પોલીસે દારૂૂ બનાવવાની આખી સિસ્ટમ જપ્ત કરીને બુટલેગરોમાં ફફડાટ ફેલાવી દીધો હતો. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

આટકોટ પોલીસને સચોટ બાતમી મળી હતી કે ભાદર નદીના નિર્જન કાંઠે જયદીપ ઉર્ફે કાળુ મકવાણા નામનો શખ્સ પોલીસની આંખમાં ધૂળ નાખીને દેશી દારૂૂની ભઠ્ઠી ચલાવી રહ્યો છે. પોલીસે દરોડો પાડ્યો ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. નદીના પટમાં દારૂૂથી લબાલબ ભરેલા 14 જેટલા મોટા બેરલ મળી આવ્યા હતા.
પોલીસની તપાસમાં સ્થળ પરથી માત્ર દારૂૂ જ નહીં, પરંતુ તે બનાવવાની આખી ટેકનિકલ સિસ્ટમ મળી આવી હતી. લખોડીની પાઈપો, મોટા લોખંડના ટીપણા, દારૂૂ ગાળવા માટે વપરાતું કેમિકલ, પ્લાસ્ટિકના કેરબા સહિત ભઠ્ઠીના સાધનો મળી આવ્યા હતા. પોલીસે આ તમામ વસ્તુઓ મળી કુલ ₹1,91,400નો મુદ્દામાલ જપ્ત કરી દારૂૂના આથો નાશ કર્યો હતો.

પોલીસે સ્થળ પરથી આરોપી જયદીપ રમેશ ઉર્ફે કાળુ મકવાણાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આટકોટ પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ દારૂૂના નેટવર્કના તાર અન્ય કયા મોટા બુટલેગરો સાથે જોડાયેલા છે.ગ્રામ્ય વિસ્તારમાં દારૂૂબંધીના કડક અમલ માટે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હજુ પણ તેજ કરવામાં આવ્યું છે. જસદણના જૂના જસાપર ગામે આટકોટ પોલીસે જપ્ત કરેલો દારૂૂ બનાવવાનો સામાન.

Exit mobile version