ક્રાઇમ
હળવદમાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવમાં 33 વાહનો ડિટેન કર્યા
હળવદમાં વધી રહેલા માથાનાં દુખાવા સમાન આડેધડ પાર્કિંગ અને નિયમોની ઐસીતૈસી કરતાં વાહનચાલકો માટે ખાસ હળવદ પોલીસ મથકના પીઆઈ આર.ટી.વ્યાસના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી હતી જેમાં 33 વાહનો જે રોડ રસ્તા ઉપર ટ્રાફિકને નડતરરૂૂપ હતા તેને ડિટેઇન કરવામાં આવ્યા હતા આ સાથે 6 વાહનચાલકો સામે 283 મુજબનો કેસ કરવમાં આવ્યો હતો. પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ કુલ રૂૂ.7600નો દંડ ફટકારવામાં આવ્યો હતો આમ દિવાળી સમયે જ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતા એક સમયે બજારમાં પણ વાહનો નહિવત્ જોવા મળી રહ્યા હતા.