ગુજરાત
ધ્રાંગધ્રાના મોચીવાડ સહિતના વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગ
ધ્રાંગધ્રા શેહરી વિસ્તારના મોચીવાડ, આંબેડકર નગર સહિત વિસ્તારોમાં જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પેરોલ ફલો, ધ્રાંગધ્રા ડિવીઝન, તાલુકા પોલીસ તથા સીટી પોલીસ અને હોમ ગાર્ડ સહિત પોલીસે કોમ્બીંગ હાથ ધર્યું હતું કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ શેહરી વિસ્તારમાં જળવાઇ રહે તે માટે કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા ડોક્ટર ગીરીશ પંડ્યા ના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિત ની સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પેરોલ ફલો, ધ્રાંગધ્રા ડિવીઝન, તાલુકા પોલીસ તથા સીટી પોલીસ અને હોમ ગાર્ડ સહિત ધ્રાંગધ્રા શેહરી વિસ્તારના મોચીવાડ, આંબેડકર નગર સહિત વિસ્તારોમાં પોલીસે કોમ્બીંગ હાથ ધર્યું હતું કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ શેહરી વિસ્તારમાં જળવાઇ રહે તે માટે કોમ્બીંગ હાથ ધરેલ આ કોમ્બીંગ દરમિયાન ટ્રાફિક સમસ્યા, નાસતા ફરતા આરોપીઓ, ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપીઓ, બુટલેગરો, સહિત વિવિધ આરોપીઓની અંગ જકડી કરવામાં આવી હતી સાથો સાથે ટ્રાફિક નિયમોનું ઉલ્લધન કરનાર વાહનો સામે દંડકીય કાર્યવાહી હાથ ધરી હતી.