ધોરાજીમાં ટ્રાફિક નિયમોનુ ઉલ્લંઘન કરનારાઓ પાસેથી પોલીસે 3 દિવસમાં 30,700નો દંડ વસૂલ્યો

રાજકોટ રેન્જ આઈ.જી., રાજકોટ જિલ્લા પોલીસ વડા (એસપી) તથા ધોરાજી ડિવિઝનના એ.એસ.પી. સિમરન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ ધોરાજી સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં…

રાજકોટ રેન્જ આઈ.જી., રાજકોટ જિલ્લા પોલીસ વડા (એસપી) તથા ધોરાજી ડિવિઝનના એ.એસ.પી. સિમરન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ ધોરાજી સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જોશીલી અને સરાહનીય ઝુંબેશ અંતર્ગત ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરીને છેલ્લા ત્રણ દિવસમાં કુલ રૂૂ. 30,700નો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ કામગીરી ધોરાજી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ ચાવડા, કોન્સ્ટેબલ મિલનભાઈ આદ્રોઝા, જસપાલસિંહ ઝાલા તથા ટી.આર.બી. (TRB) ના જવાનોની ટીમ દ્વારા કરવામાં આવી હતી. પોલીસની આ કડક કાર્યવાહીથી નિયમભંગ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

3 દિવસની કામગીરીના આંકડા:21 મે 2026: 17 ઈ-ચલણ, કાળા કાચના 05, ફેન્સી નંબર પ્લેટના 32, ત્રિપલ સવારીના 02 અને એન.સી. હાજર દંડના 22 કેસ કરાયા. જેમાં ઈ-ચલણના રૂૂ. 4,900 અને હાજર દંડના રૂૂ. 7,400 મળી કુલ રૂૂ. 12,300નો દંડ વસૂલાયો.20 મે 2026: 14 ઈ-ચલણ, કાળા કાચના 11, ફેન્સી નંબર પ્લેટના 08, ત્રિપલ સવારીના 05, હેલ્મેટ વગરનો 01 અને એન.સી. હાજર દંડના 11 કેસ કરવામાં આવ્યા.

જેમાં ઈ-ચલણના રૂૂ. 3,400 અને હાજર દંડના રૂૂ. 5,500 મળી કુલ રૂૂ. 8,900નો દંડ વસૂલાયો તથા 02 વાહનો ડિટેઈન (ખટઅ સેક્શન 207) કરાયા.19 મે 2026: 15 ઈ-ચલણ, કાળા કાચના 10, ફેન્સી નંબર પ્લેટના 15 અને એન.સી. હાજર દંડના 10 કેસ નોંધીને ઈ-ચલણના રૂૂ. 4,500 અને હાજર દંડના રૂૂ. 5,000 મળી કુલ રૂૂ. 9,500નો દંડ વસૂલાયો તથા 01 વાહન ડિટેઈન કરાયું.

પોલીસ પ્રશાસનના જણાવ્યા અનુસાર, શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને અકસ્માતો અટકે તે હેતુથી આગામી સમયમાં પણ આ ટ્રાફિક ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે.