છેલ્લા 10 વર્ષમાં 30થી વધુ ગુના આચરનાર ટોળકીના બે સભ્યોની ધરપકડ, 3 જેલમાં, 2 ફરાર
ઉના તાલુકાના ગ્રામિણ વિસ્તારમાં આતંક મચાવતી કુખ્યાત યાગી ગેંગ વિરુદ્ધ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઉના, નવાબંદર, કોડીનાર અન ેસોમનાથ મરીન વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી સક્રિય રહી શરીર સંબંધી ગુના અને પ્રોહિબિશનના ગુના આચરતી ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સિન્ડિકેટ વિરુદ્ધ ધી ગુજરાત કંટ્રોલ ઓફટેરેરિઝમએન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (GUJCTOC)હેઠળ અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગેંગ લીડર નરેન્દ્ર ઉર્ફે યાગી ઉર્ફે યાજ્ઞિક ભીમાભાઈ બાંભણીયા સહિત કુલ 7 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે.
જુનાગઢ રેન્જ ડી. આઇ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા, ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સંગઠિત ગુનાઓ આચરતી ટોળકીઓ સામે ઝુંબેશ ચલાવાઈ રહી છે. એસ.પી. જાડેજાની સૂચના મુજબ એલ.સી.બી.ના પો.ઇન્સ. એસ.વી. રાજપુત,ઇન્ચા. પો.ઇન્સ. એ.સી. સિંધવ તથા પો. સબ ઇન્સ. એચ.એલ. જેબલીયા દ્વારા અતિગુપ્ત રાહે તપાસ કરી ઇ-ગુજકોપ દ્વારા માહિતી મેળવવામાં આવી હતી.આ ટોળકીનો મુખ્ય ગેંગ લીડર નરેન્દ્ર ઉર્ફે યાગી ઉર્ફે યાજ્ઞિક ભીમાભાઈ બાંભણીયા (ઉ.વ. 28) રહે. કોબ મોટા ઝાપા વિસ્તાર, પોલીસ રેકોર્ડ મુજબ તેની વિરુદ્ધ છેલ્લા 10 વર્ષમાં કુલ 19 ગુનાઓ નોંધાયેલા છે.
તેણે પોતાના ગુનેગાર સાગરીતો સાથે મળીને અનેક ગંભીર ગુનાઓ આચર્યા છે.આ ટોળકી દ્વારા હથિયાર સાથે રાયોટીંગ, મારામારી, ધાકધમકી, ગંભીર પ્રકારની ઇજા, જાહેરમાં બખેડા, તોડફોડ-નુકશાની, સરકારી અધિકારી/કર્મચારીઓની ફરજ રૂૂકાવટ અને ઇજા તથા પ્રોહિબિશનના ગુનાઓ આચરવામાં આવતા હતા.
કોબ મોટા ઝાપા વિસ્તાર, તા. ઉના વિજયભાઈ કુંભાભાઈ પરમાર/કોળી(ઉ.વ. 22), રહે. લેખા સીમ, સી રોડ, તા. ઉના ની અટકાયત કરી છે જેલમાં રહેલા આરોપીઓ નરેન્દ્ર ઉર્ફે યાગી ઉર્ફે યાજ્ઞિક ભીમાભાઈ બાંભણીયા (ઉ.વ. 28) ગેંગ લીડર હાર્દિકભાઈ ઉર્ફે હાદો ભરત ભાઈ બારૈયા-કોળી (ઉ.વ. 22)રહે. કોબઝાપાવિસ્તાર, તા. ઉના અક્ષયભાઈ મેણસીભાઈ બાંભણીયા-કોળી (ઉ.વ. 22), રહે. કોબ ખાલાવડ વિસ્તાર, તા. ઉના નો જેલ માંથી કબ્જો મેળવવા તજવીજ હાથ ધરી છે. પકડવાના બાકી ફરાર આરોપીઓ રવિભાઈ બચુભાઈ બાંભણીયા કોળી(ઉ.વ. 22), રહે. કોબ સરકારી શાળા ની બાજુમાં, તા. ઉના કિર્તીભાઈ રાજુભાઈ બાંભણીયા કોળી (ઉ.વ. 21), રહે. કોબ ઝાપા વિસ્તાર, તા. ઉનાની શોધખોળ શરૂ કરી છે.
નરેન્દ્ર ઉર્ફે યાગી ભીમાભાઈ બાંભણીયા સામે 19 ગુના ,હાર્દિકભાઈ ઉર્ફે હાદો ભરતભાઈ બારૈયા-કોળી સામે 7 ગુના મિલનભાઈ અરજણભાઈ બાંભણીયા કોળી 6 ગુના રવિભાઈ બચુભાઈ બાંભણીયા કોળી 5 ગુના અક્ષયભાઈ મેણસીભાઈ બાંભણીયા-કોળી 4 ગુના કિર્તીભાઈ રાજુભાઈ બાંભણીયા કોળી 4 ગુના વિજયભાઈ કુંભાભાઈ પરમાર કોળી 3 ગુના આમ, સમગ્ર ટોળકી વિરુદ્ધ છેલ્લા 10 વર્ષમાં કુલ 30 ગુનાઓ દાખલ થયેલા છે.
