ગુજરાત
બોટાદ જેલમાંથી પોકસોનો આરોપી દીવાલ કૂદી ફરાર
ગુજરાત મિરર, બોટાદ તા. 9
ગઢડા તાલુકાના ઢસા ગામે અંદાજે 2 માસ પૂર્વે એક પોક્સો કેસની ઘટના ઘટી હતી. ત્યારે પોક્સોનો આરોપી મહેશ ઉર્ફે મતો નામનો શખ્સને ઢસા પોલીસે ધરપકડ કરીને બોટાદની સબ જેલ હવાલે કર્યો હતો. બોટાદ સબ જેલમાં રહેલ આ પોક્સોનો આરોપી ગઈકાલે સાંજના સમયે જેલની દિવાલ કુદીને ફરાર થઈ ગયો હતો. સબ જેલમાંથી આરોપી ફરાર થતાં બોટાદ પોલીસ દોડતી થઈ છે અને અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરી છે.