Site icon Gujarat Mirror

રાજકોટ જેલમાંથી પેરોલ પર છૂટી ફરાર થયેલો પોક્સો- દુષ્કર્મનો કેદી જૂનાગઢથી પકડાયો

રાજકોટ જેલમાંથી પેરોલ પર છૂટી ફરાર કેદીને એસઓજીએ જૂનાગઢમાંથી ઝડપી જેલ હવાલે કર્યો હતો. જૂનાગઢમાં જમાલવાડી હુસેની ચોક પાસે રહેતો હનીફ હાજી સુમરાને વર્ષ 2021માં જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મ, પોકસો એક્ટ હેઠળનાં ગુન્હામાં સજા થઈ હતી. આરોપી રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા ભોગવતો હતો. અને ગુજરાત હાઇકોર્ટના તા. 8 ઓક્ટોબર 2024ના આદેશ મુજબ વચગાળાના જામીન ઉપર મુક્ત થયો હતો. અને ફરી ગત તા. 5 નવેમ્બરના રોજ જેલમાં હાજર થવાનું હતું. પરંતુ દોઢ મહિનાથી પેરોલ જમ્પ મારી ગયો હતો. દરમ્યાન હનીફ હાજી જૂનાગઢમાં તેના ઘરે હોવાની બાતમી મળતા એસઓજીના પીઆઈ પી. કે. ચાવડાની ટીમે દબોચી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કર્યો હતો.

Exit mobile version