ગુજરાત
MS યુનિવર્સિટીના VC સામેની અરજીનો ગુજરાતના VCને જવાબ આપવા PMOની સૂચના
શ્રીવાસ્તવ સામે પગલાં લેવાનું પ્રકરણ PMOમાં પહોંચ્યું
વડા પ્રધાન કચેરીએે એમએસ યુનિવર્સિટીના વરિષ્ઠ પ્રોફેસર દ્વારા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર (વીસી) પ્રોફેસર વિજય શ્રીવાસ્તવ સામે દાખલ કરેલી અરજીનો જવાબ આપવા માટે ગુજરાતના મુખ્ય સચિવ (ઈજ) ને જણાવ્યું છે.
શ્રીવાસ્તવ સામે રજૂઆતો કરી રહેલા પ્રોફેસર સતીશ પાઠકને ઙખઘ તરફથી ખજઞ ટઈની નિમણૂક સામે કરેલી અરજી અંગેનો પત્ર મળ્યો હતો.હું આ સાથે ઙખઘઙૠ પોર્ટલ પર ઓનલાઈન મોડ દ્વારા 14 જુલાઈ 2024ના રોજ સતીશ પાઠક તરફથી યોગ્ય કાર્યવાહી માટે આ ઓફિસમાં પ્રાપ્ત થયેલ મૌખિક રજૂઆતનો પત્ર/સારાર્થ ફોરવર્ડ કરવા ઈચ્છું છું.
જવાબ અરજદારને મોકલવામાં આવી શકે છે અને તેની એક નકલ પોર્ટલ પર અપલોડ કરી શકાય છે, એમ પીએમઓના વિભાગ અધિકારીના પત્રમાં જણાવાયું છે.
પાઠક શ્રીવાસ્તવ સામે પગલાં લેવાની માંગ કરી રહ્યા છે, કારણ કે તેમની પાસે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી) દ્વારા જરૂૂરી શૈક્ષણિક ઓળખપત્રો નથી. પાઠકે ઙખ, ગુજરાતના મુખ્ય પ્રધાન, ખજઞ ચાન્સેલર સહિત અન્યોને તેમની રજૂઆતમાં શ્રીવાસ્તવ સામે ફોજદારી ગુનો નોંધવાની માંગ કરી છે, તેમણે શ્રીવાસ્તવના બાયોડેટા અને જ્યાં તેમણે તેમનો શિક્ષણનો અનુભવ દર્શાવ્યો હતો તે સંસ્થાઓ વચ્ચે મેળ ખાતી ન હોય તેવા દસ્તાવેજો સબમિટ કર્યા છે.