Site icon Gujarat Mirror

વાંકાનેરની પંચાસિયા સહકારી મંડળીની ચૂંટણીમાં પીરઝાદા પેનલનો દબદબો

 

વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામની શ્રી કિસાન સેવા સહકારી મંડળી લી. ની ચૂંટણી જાહેર થતાં જ સમગ્ર વાંકાનેર પંથકના રાજકારણમાં ગરમાવા આવ્યો હોય, જેમાં ખુદ વાંકાનેરના પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા અહીંથી ચુંટણી લડવા મેદાનમાં આવતા સામાન્ય સહકારી ક્ષેત્રની ચુંટણી હાઇ પ્રોફાઇલ બની હોય, જેમાં આજરોજ મંડળીની ચૂંટણીમાં મતદાન તથા મતગણતરી બાદ મંડળીની 16 બેઠકો પૈકી 15 બેઠકો પર ટ્રેક્ટરના નિશાન સાથે પીરઝાદા પેનલ અને એકમાત્ર બેઠકો પર ગાડુના નિશાન સાથે ખેડૂત સંઘર્ષ સમિતિના ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે, જેના કારણે ફરી એક વખત વાંકાનેરના સહકારી ક્ષેત્રમાં પીરઝાદા પેનલનો દબદબો યથાવત રહ્યો છે.

બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરના પંચાસીયા ગામની કિસાન સેવા સહકારી મંડળીની અગાઉ થયેલ ચુંટણીમાં લાંબી કાનૂની લડત બાદ જુની ચુંટણી પ્રક્રિયા રદ કરી નવેસરથી ચુંટણી જાહેર કરવામાં આવી હોય, જેમાં આ ચુંટણીમાં સમગ્ર વાંકાનેર વિસ્તારમાંથી રાજકીય અગ્રણીઓએ અંગત રસ લેતા ચુંટણી અંત્યત હાઇ પ્રોફાઇલ બની હોય, જેમાં આજે જાહેર થયેલા પરિણામમાં પૂર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાની પેનલના ઉમેદવારોએ મેદાન મારી 15 બેઠકો પર વિજય મેળવી સત્તાનું સુકાન સંભાળ્યું છે, જ્યારે સામે ખેડૂત સંઘર્ષ સમિતિની પેનલમાંથી એકમાત્ર ઉમેદવાર વિજેતા થતા પેનલનો રકાસ થયો છે.

 

 

Exit mobile version