રાષ્ટ્રીય
ઉ.ભારતમાં ગુલાબી ઠંડી, દક્ષિણ ભારતમાં તોફાન સાથે વરસાદ
બંગાળ-કેરળમાં ભારે વરસાદનું એલર્ટ આપતું હવામાન ખાતું
ઉત્તર ભારતમાં ગુલાબી ઠંડી પડી રહી છે, જ્યારે દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં હજુ પણ ભારે વરસાદ ચાલુ છે. આ દરમિયાન ચક્રવાત દાનાની અસર પશ્ચિમ બંગાળ અને ઓડિશા પર જોવા મળી રહી છે. આઇએમડીએ આ બંને રાજ્યોમાં વિવિધ પ્રકારના એલર્ટ જારી કર્યા છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ હજુ પણ થોડા દિવસો ભારે પવન સાથે વરસાદ પડશે.
નવેમ્બરના શરૂૂઆતના દિવસોમાં દેશના ઘણા રાજ્યોમાં ગુલાબી ઠંડી પડી શકે છે અને પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા સાથે હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. જો કે ઓક્ટોબરના છેલ્લા સપ્તાહમાં ઘણા જિલ્લાઓમાં હવામાન બદલાઈ શકે છે. આ સાથે જ હવામાન વિભાગે રાજ્યના પૂર્વ વિસ્તારમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે પશ્ચિમ બંગાળમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ અમુક વિસ્તારોમાં ચક્રવાત દાનાના કારણે ભારે પવન સાથે વરસાદ પડશે. સાથે જ આઇએમડીએ કેરળમાં વિવિધ પ્રકારના એલર્ટ જારી કર્યા છે. અહીં ભારેથી અતિ ભારે વરસાદનું યલો અને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તામિલનાડુમાં પણ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.