Site icon Gujarat Mirror

ચોટીલામાં મોબાઇલ શોપમાં પીકઅપ વાન ધુસી ગઇ, ગ્રાહકનો માંડ-માંડ જીવ બચ્યો

 

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા શહેરના ખાંડી પ્લોટ વિસ્તારમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. બસસ્ટેશન રોડ પર આવેલી મોબાઈલની દુકાનમાં એક યુટિલિટી પિકઅપ વાન ધસી આવી હતી. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. દુકાનના સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલી ઘટનામાં જોઈ શકાય છે કે પિકઅપ વાન જોરદાર ધડાકા સાથે દુકાનના દરવાજા અને કાઉન્ટરને તોડી નાખે છે. અકસ્માત સમયે કાઉન્ટર પાસે ઊભેલા એક ગ્રાહકે સમયસૂચકતા વાપરીને પોતાનો જીવ બચાવ્યો હતો. તેણે તરત જ ત્યાંથી ખસી જતાં મોટી દુર્ઘટના ટળી હતી.

શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં આવેલી આ દુકાનમાં સામાન્ય રીતે ગ્રાહકોની ભીડ રહેતી હોય છે. પરંતુ સદનસીબે અકસ્માત સમયે સાંજનો સમય હોવાથી લોકોની અવરજવર ઓછી હતી, જેના કારણે કોઈ જાનહાની થઈ નહોતી. જોકે, દુકાનના માલિકને દરવાજા, કાઉન્ટર અને અન્ય સામાનના નુકસાનનો સામનો કરવો પડ્યો છે.

 

Exit mobile version