નવા એપાર્ટમેન્ટ-કોમ્પલેક્સમાં PG હોસ્ટેલ પર પ્રતિબંધ

  ડ્રાફ્ટ નિયમ બહાર પાડતી ગુજરાત સરકાર, CGDCRમાં સુધારો કરીને અમલવારી કરાવાશે, 3 ઓકટોબર સુધી વાંધા સૂચનો રજૂ કરી શકાશે ગુજરાત સરકારે નવા એપાર્ટમેન્ટ બ્લોક્સ…

 

ડ્રાફ્ટ નિયમ બહાર પાડતી ગુજરાત સરકાર, CGDCRમાં સુધારો કરીને અમલવારી કરાવાશે, 3 ઓકટોબર સુધી વાંધા સૂચનો રજૂ કરી શકાશે

ગુજરાત સરકારે નવા એપાર્ટમેન્ટ બ્લોક્સ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં પેઇંગ ગેસ્ટ (પી.જી.) સુવિધા પર પ્રતિબંધ લાદતા ડ્રાફ્ટ નિયમો જારી કર્યા છે. શહેરી વિકાસ અને આવાસ વિભાગે કોમ્પ્રિહેન્સિવ જનરલ ડેવલપમેન્ટ ક્ધટ્રોલ રેગ્યુલેશન્સ (સીજીડીસીઆર)માં સુધારા કરવાની પ્રક્રિયા શરૂૂ કરી છે. આ સુધારા બાદ મિશ્રિત એપાર્ટમેન્ટ-પી.જી. ક્ધસ્ટ્રક્શનના પ્લાન્સ નામંજૂર કરવામાં આવશે.

ગુજરાતના શહેરી આયોજનના નિયમપુસ્તિકામાં અત્યાર સુધી પેઇંગ ગેસ્ટ શબ્દનો ઉલ્લેખ જ નહોતો. 28 જુલાઈએ વિભાગે સીજીડીસીઆરમાં સુધારા માટે જાહેર સૂચના જારી કરી છે અને 3 ઓક્ટોબર સુધી નાગરિકો પાસેથી વાંધા અને સૂચનો મંગાવ્યા છે. પ્રસ્તાવિત સુધારા મુજબ પી.જી. સુવિધાઓને ડ્વેલિંગ-3 (ડી.ડબલ્યુ-3) કેટેગરીના નિયમો હેઠળ મૂકવામાં આવશે અને તેને માત્ર સ્ટેન્ડઅલોન (અલગ) ક્ધસ્ટ્રક્શન તરીકે જ મંજૂરી આપવામાં આવશે. એપાર્ટમેન્ટ કે કોમર્શિયલ કોમ્પ્લેક્સની અંદર પી.જી. ચલાવવાની છૂટ રહેશે નહીં.

અમદાવાદમાં 2025 સુધી 401 પી.જી. યુનિટ્સ ઓળખાયા હતા. બીજેપીના રાજ્યસભા સભ્યે એમ.પી.-એમ.એલ.એ. સંકલન સમિતિમાં ગેરકાયદેસર પી.જી. સામે કાર્યવાહીની માગ કરી હતી. ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 385 પી.જી. યુનિટ્સને પોલીસ અને સોસાયટી એન.ઓ.સી. વગર ચાલતા હોવાના કારણે નોટિસ આપી હતી અને 25થી વધુ સ્થાનોને સીલ કર્યા હતા. અધિકારીઓનું કહેવું છે કે આ સુધારા પછી પી.જી. અને પ્રીસ્કૂલ માટે સ્પષ્ટ કાનૂની માળખું ઊભું થશે, જેનાથી વર્ષોની અસ્પષ્ટતા દૂર થશે. અમદાવાદના ડેવલપમેન્ટ પ્લાન 2041 મંજૂર થતા પહેલા આ સુધારા કરવામાં આવી રહ્યા છે.

શહેરોમાં બંગલાની ઊંચાઈની મર્યાદા નક્કી
412 મીટર અને ત્રણ માળ સુધીનું બાંધકામ જ બંગલા તરીકે ગણાશે

ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગે કોમ્પ્રિહેન્સિવ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ (CGDCR)માં મહત્વપૂર્ણ સુધારા પ્રસ્તાવિત કર્યા છે. આ સુધારા હેઠળ હવે શહેરી વિસ્તારોમાં બંગલાની ઊંચાઈની સ્પષ્ટ મર્યાદા નક્કી કરવામાં આવી છે.જુલાઈ 28, 2026ના રોજ જારી કરાયેલા નોટિફિકેશન અનુસાર, રહેણાંક બાંધકામમાં 12 મીટર સુધીની ઊંચાઈ અને ત્રણ માળ સુધીના મકાનને જ બંગલા તરીકે વર્ગીકૃત કરવામાં આવશે. જો કોઈ રહેણાંક બાંધકામની ઊંચાઈ 12 મીટરથી વધી જાય તો તેને એપાર્ટમેન્ટ પ્રકારના બાંધકામ તરીકે ગણવામાં આવશે અને તેના પર એપાર્ટમેન્ટના નિયમો લાગુ પડશે.એપાર્ટમેન્ટ પ્રકારના બાંધકામમાં ફરજિયાત માર્જિન સ્પેસ છોડવી પડશે. તદુપરાંત ઉઠ3 શ્રેણી હેઠળ યોગ્ય સીડી, પર્યાપ્ત માર્જિન અને ફાયર ગઘઈ મેળવવું ફરજિયાત બનશે. આ નિયમો અમદાવાદ સહિત રાજ્યના તમામ શહેરી વિસ્તારોમાં લાગુ થશે. શહેરી વિકાસ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, પહેલી વાર CGDCRમાં બંગલાની ઊંચાઈની સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી છે. 12 મીટરથી વધુ ઊંચાઈવાળા રહેણાંક બાંધકામ માટે હવે બંગલાની પરવાનગી મળશે નહીં. તેને એપાર્ટમેન્ટ તરીકે જ માન્યતા અપાશે. સરકારે આ સુધારા અંગે નાગરિકો પાસેથી વાંધા-સૂચનો માગ્યા છે. નવા નિયમો અમલમાં આવ્યા પછી પ્લોટ ધારકો અને ડેવલપર્સને બાંધકામ પરવાનગી મેળવતી વખતે આ મર્યાદાઓનું સખત પાલન કરવું પડશે. આ પગલાથી શહેરી આયોજનમાં વધુ સ્પષ્ટતા અને સુરક્ષા માપદંડો મજબૂત થવાની અપેક્ષા છે.

પ્રીસ્કૂલ માટે અલગ કેટેગરી ઉભી કરાઇ
સુધારામાં પ્રીસ્કૂલને નવી એજ્યુકેશન-1 કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. પ્રીસ્કૂલ માટે ઓછામાં ઓછા 200 ચોરસ મીટર અને વધુમાં વધુ 1,000 ચોરસ મીટરના પ્લોટ પર ક્ધસ્ટ્રક્શનની છૂટ રહેશે. ન્યૂનતમ બિલ્ટ-અપ એરિયા 50 ચોરસ મીટર અને મહત્તમ ઊંચાઈ 12 મીટર રહેશે. પ્રીસ્કૂલને બંગલો સ્કીમમાં મંજૂરી આપવામાં આવશે, પરંતુ રહેણાંક એપાર્ટમેન્ટ સ્કીમમાં નહીં. સરકારી અધિકારીઓનું કહેવું છે કે 2017માં સમગ્ર ગુજરાતમાં સીજીડીસીઆર લાગુ થયા પછી પ્રથમ વખત પી.જી. અને પ્રીસ્કૂલ માટે અલગથી નિયમો લખવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીના નિયમોમાં સ્પષ્ટતાનો અભાવ હોવાથી સીલિંગ, કાનૂની વિવાદો અને અમલીકરણમાં મૂંઝવણ સર્જાતી હતી.