JEE એડવાન્સના લાખો વિદ્યાર્થીઓનો પર્સનલ ડેટા લીક, IIT રૂડકીનો સ્વીકાર

  NTA અને CBSE પછી હવે JEE Advanced જેવી મોટી પરીક્ષા આયોજિત કરતી IIT રૂૂડકીએ મોટી બેદરકારી દાખવી છે. રિસર્ચરનું કહેવું છે કે, ક્લાઉડ સ્ટોરેજમાં…

 

NTA અને CBSE પછી હવે JEE Advanced જેવી મોટી પરીક્ષા આયોજિત કરતી IIT રૂૂડકીએ મોટી બેદરકારી દાખવી છે. રિસર્ચરનું કહેવું છે કે, ક્લાઉડ સ્ટોરેજમાં ખોટી કન્ફિગરેશનના કારણે દેશની સૌથી મોટી એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા JEE Advanced 2026ના લાખો વિદ્યાર્થીઓનો પર્સનલ ડેટા ઓનલાઈન લીક થયો છે. આ દાવો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ, IIT રૂૂડકીએ જાહેરમાં પોતાની ભૂલ સ્વીકારી છે.
ડ (ટ્વિટર) પર સંસ્થાએ લખ્યું, “ક્લાઉડ સ્ટોરેજ ડિવાઈસમાં સમસ્યા તરફ ધ્યાન દોરવા બદલ આભાર. આ સમસ્યાનું પ્રાથમિકતા આધારે નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે.”

IIT રૂૂડકીએ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને રાહત આપતી મહત્વની વાત કહી છે. સંસ્થાના જણાવ્યા અનુસાર, અસરગ્રસ્ત ક્લાઉડ લોકેશન પર રહેલો આખો ડેટા ’રીડ-ઓનલી’ મોડમાં હતો. એટલે કે, કોઈ પણ બહારનો વ્યક્તિ આ ડેટા ફક્ત જોઈ શકે, તેમાં ફેરફાર કે નંબર સાથે ચેડા કરી શકતો નહોતો. સંસ્થાએ આ ખતરા વિશે સમયસર અને જવાબદારીપૂર્વક જાણ કરવા બદલ રિસર્ચર રાયલ અનિલની પણ પ્રશંસા કરી છે.
હાલમાં IIT રૂૂડકીએ પેચ વર્ક શરૂૂ કરી દીધું છે. જોકે, હજુ સુધી સત્તાવાર રીતે સ્પષ્ટ થયું નથી કે આ ભૂલનો લાભ ઉઠાવી કોઈ અનધિકૃત વ્યક્તિએ વિદ્યાર્થીઓનો ડેટા ડાઉનલોડ કર્યો છે કે નહીં. આ ઘટના એટલા માટે ગંભીર છે કારણ કે JEE Advanced 2026ના પરિણામ જાહેર થયા પછી તરત જ આ મામલો સામે આવ્યો છે.

દુબઈના રહેવાસી અને સાયબર સિક્યુરિટી રિસર્ચર રાયલ અનિલે 2 જૂને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર એક પોસ્ટ શેર કરી હતી. રાયલના જણાવ્યા અનુસાર, JEE Advanced 2026ના રિઝલ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા ક્લાઉડ સ્ટોરેજમાં સુરક્ષા ખામી હતી. જેના કારણે કોઈ પણ વ્યક્તિ પાસવર્ડ કે ઓથન્ટિકેશન વિના વિદ્યાર્થીઓના ડેટા સુધી પહોંચી શકતો હતો.

રિસર્ચરે શેર કરેલા સ્ક્રીનશોટ મુજબ, આ ભૂલના કારણે લગભગ 1.79 લાખ રિઝલ્ટ રેકોર્ડ અને 1.87 લાખ એડમિટ કાર્ડની ઙઉઋ ફાઈલો લીક થઈ છે. રાયલ અનિલના જણાવ્યા અનુસાર, આ ફાઈલોમાં ઉમેદવારોના નામ, જન્મ તારીખ (ઉઘઇ) અને મોબાઈલ નંબર જેવી સંવેદનશીલ માહિતી સામેલ હતી. જોકે, રિસર્ચરે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ માત્ર કન્ફિગરેશનની ભૂલ હતી, કોઈ હેકર દ્વારા સાયબર હુમલો કે ડેટામાં ચેડા કરવામાં આવ્યા નથી.