ગુજરાત

લોકોને મોબાઇલનું વળગણ જ ડિજિટલ અરેસ્ટનું મુખ્ય કારણ

Published

on

મોબાઈલ એક માત્ર સાધન છે ડીવાઈઝ ફક્ત છે જેનો તમારે ઉપયોગ એટલે કે સદુપયોગ કરવા માટે છે તમારી સલામતી વધારવા માટે છે પરંતુ મોબાઈલ લોકોનો ઉપયોગ કરે છે સતત ખીચામાં / પાકિટમાં મોબાઈલ રાખીને તેનેજ જીવન સમજી લેવાની લોકો ભૂલ કરી બેઠા છે. સોશ્યલ મીડિયામાં આવતી રિલ પ્રવચનો વિડિયો ફોટોઝ વગેરે એટલી હદે બેહુદા થઇ જાય છે કે લોકો તેમને જ સત્ય માની લે છે રીલ બનાવનાર પણ થોડી ઘણી લાઇક મેળવવા પોતાનો કીમતી સમય અને જિંદગી બરબાદ કરી બેસતા હોય છે. સાથે સાથે આપણને પણ 24 કલાક મનોરંજનની આદત પડી ગઈ છે. તેમાં આવતું બધુ જ સાચું છે તેવી ગુસ્તાખી આપણે કરી બેસીએ છીએ. પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદીને પણ સ્પષ્ટતા કરવી પડે છે કે આપણે ત્યાં ભારતમાં ડિજિટલ એરેસ્ટ જેવી કોઈ સિસ્ટમ અમલમાં નથી.


ટેકનિકલ વાત જો કરવામાં આવે તો તમારા પોકેટમાં રહેલું નાનકડું ડિવાઇઝ (મોબાઈલ) અનેક સુવિધાઓથી સજ્જ છે પરંતુ તેમનો ઉપયોગ સમયાંતરે અને મર્યાદિત માત્રામાં કરવો તેટલોજ જરૂૂરી છે. મોબાઈલમાં મનોરંજન ઉપરાંત આર્થિક લેવડ દેવડ, આરોગ્ય વિજ્ઞાન, વૈશ્વિક જાણકારી મળે છે ઉપરાંત ખરાબ પાસાઓ પણ એટલા જ છે જેનો ગેરલાભ લઈ સાઇબર માફિયાઓ સોસિયલ મીડીયા મારફત અનેક લોકોને ફસાવે છે તથા ઓનલાઈન રૂૂપિયા પડાવે છે. સાઇબર માફિયાઓ ડિજિટલ એરેસ્ટ એવા લોકોને જ ટાર્ગેટ કરે છે જે કોઈ સિનિયર સીટીઝન, ઉચ્ચ હોદ્દા પર હોય કે રહી ચૂક્યા હોય તેમજ તેમની બેન્ક બેલેન્સ / મોટાં ટર્નઓવર / મોટાં ટ્રાન્ઝેકસન આ લોકો જાણી ચૂક્યા હોય છે. સૌ પ્રથમ તો ડિજિટલ એરેસ્ટ થઈ જવું તે આપણી પોતાની નબળાઈ છે અને માનસિક ટોર્ચર કરીને તેનો પૂરેપૂરો ગેરલાભ સાઇબર માફિયાઓ ઉઠાવી રહ્યા છે.


દરેક વ્યક્તિના મોબાઈલમાં પોતે તુરંત અવેલેબલ હોતા નથી !! જો કોઈ તેમની સાથે વાત કરવા માંગે છે તો તે મેસેજથી પોતાનો પરિચય આપીને વાત કરવાનો સમય માંગી શકે છે અને કોન્ફર્મ કર્યા પછી તેઓ સામે થી જ કોલ કરતાં હોય છે તથા અજાણ્યા વ્યક્તિના મેસેજ નો રીપ્લાય પણ આપવાનું ટાળે છે. ઉપર મુજબની જો આપણા દ્વારા સાવચેતી રાખવામાં આવે તો ચોક્કસ પણે સલામતી રાખી શકાય તથા ફ્રોડ થવા ની શક્યતા ઓછી રહેશે અને પોલીસ તથા સરકારશ્રીના સાઇબર ફ્રોડના ભારણને ઓછું ક્રરવામાં ચોક્કસ મદદ રૂૂપ થઈ શકશું.


એ પણ આપને સમજવું જોઈએ કે સરકાર દ્વારા સતત સાવચેત કરવા છતાં આપણી બેદરકારી માટે પોલીસ તંત્ર કે સરકારને પૂરેપૂરા જવાબદાર કહી શકાય નહિ તેઓ આપણી મદદ માટે છે અને એ માટે અસંખ્ય પોલીસ કર્મચારીઓ / પોલીસ તંત્ર ખડે પગે હોય છે. તેમજ ફ્રોડ માટેની રજૂઆત પણ તંત્રને વિગતવાર અને ધીરજપૂર્વક કરવી જોઈએ. હજુ તો અ.ઈં. દ્વારા ફ્રોડ થઇ રહ્યા છે અને અવ-નવા ફ્રોડ આવી રહ્યા છે તો દરેક લોકોએ સાવચેતી અચૂક રાખવી અનિવાર્ય છે. જો આમ છતાં કોઈ પણ પ્રકારનો આપની સાથે ફ્રોડ થયેલ હોય તો સાઇબર ક્રાઇમ હેલ્પલાઈન નંબર 1930 પર વિના સંકોચે તુરંત જાણ કરી દેવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version