ક્રાઇમ

ગોંડલમાં પ્રેમલગ્ન કરનાર વેપારીની કાર સાળા સહિતના શખ્સોએ સળગાવી

Published

on

ગોંડલના ગુંદાળા રોડ ઉપર રહેતા અને મિનરલ વોટર પ્લાન્ટનો વ્યવસાય કરતા વેપારીની ઘરની બહાર પાર્ક કરેલી કાર તેના સાળા સહિતના શખ્સોએ સળગાવી નાખતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વેપારીએ કરેલા પ્રેમ લગ્નનો ખાર રાખીને તેના સાળા સહિતના શખ્સોએ આ કૃત્ય કર્યુ હોવાનું જાણવા મળ્યું છે.
મળતી વિગતો મુજબ ગોંડલના ગુંદાળા રોડ પર આવેલ નંદનવન સોસાયટીમાં રહેતા અને ગોંડલમાં મેક્સ મીનરલ વોટર સપ્લાયનો પાણીનો વ્યવસાય કરતા આશીષ સુધિરભાઈ જસવાલની ફરિયાદના આધારે ગોંડલ બી ડિવિઝન પોલીસે કેવલ સંજય ચાવડા, જયદીપ હિતેશ નિમાવત અને અજાણ્યા બે શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

આશિષભાઈએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેણે છ મહિના પૂર્વે રાજકોટ રહેતા સંજય પરસોતમભાઈ ચાવડાની પુત્રી ભૂમિ સાથે પ્રેમ લગન કર્યા હોય જે બાબતનો ખાર રાખી તેના સાળા કેવલ સંજય ચાવડા તથા તેનો મિત્ર જયદીપ સહિતના શખ્સોએ આશિષભાઈના ઘરની બહાર પાર્ક કરેલી તેની હ્યુનડાઈ એસન્ટ કારના નં. જીજે 07 બીએન 1244 ઉપર પેટ્રોલ છાંટીને સળગાવી નાખી હતી. પડોશમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા પત્ની ભૂમિએ પોતાના ભાઈ કેવલને ઓળખી બતાવ્યો હોય જેથી આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version