છેલ્લા ચાર દિવસથી બસ સ્ટેન્ડમાં મૂતરડીમાં પાણી ન આવવાથી ગંદકીથી મુસાફરોને હાલાકી
બગસરા એસટી ડેપોમાં છેલ્લા ઘણા દિવસોથી મુતરડીમાં પાણી ન આવવાને લીધે ગંદકીથી ત્રાહિમામ પોકારી ઊઠેલા મુસાફરો દ્વારા અનેક વખત ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવી છતાં કાર્યવાહી ના નામે મીંડું.
હાલમાં બગસરામાં એસટી ડેપોનું કથળતો વહીવટ સામે આવી રહ્યો છે ત્યારે ઠેર ઠેર ગંદકીના ગંજ તેમજ સંડાશ બાથરૂૂમ ની સફાઈ થતી ન હોવાથી તેમજ હાલમાં પાણી પણ ન આવતું હોવાથી ફરિયાદ સામે આવી છે. ત્યારે છેલ્લા ચાર દિવસથી ગંદકીથી ખદબદતું યુરીનલથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.જ્યારે અહીંયા આવતા મુસાફરોને આ યુરીનલની સફાઈ ન થતા ભયંકર દુર્ગંધ નો સામનો કરીને પણ ડેપોની અંદર બેસવું પડે છે.
જયારે આ યુરિનલમાં એટલી હદે દુર્ગંધ પ્રસરી રહી છે કે મુસાફરોને માથું ફાડી નાખે તેવી દુર્ગંધનો સામનો કરીને પણ બસ સ્ટેન્ડ આવું પડે અને ત્યાં બેસવું પડે છે. પરંતુ તંત્ર દ્વારા આ ડેપો ઉપર જાણે મીઠી નજર રાખીને બેઠા હોય તેમ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી જ્યારે અહીંના ડેપો મેનેજરને પણ પેસેન્જર દ્વારા તેમજ જાગૃત નાગરિક દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં સફાઈના નામે ફક્ત કાગળ ઉપર રૂૂપિયા ઉતારી સફાઈ કરવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં આ યુરીનલમાં સફાઈના નામે મીંડું વાળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કે અહીંના ડેપોના અધિકારીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવે અને વહેલામાં વહેલી તકે યુરીનલમાં પાણી ચાલુ કરવામાં આવે અને સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

