Site icon Gujarat Mirror

વેરાવળમાં રાહદારી મહિલાની નામચીન શખ્સે છેડતી કરતા લોકોમાં ભારે રોષ

વેરાવળની વાણંદ સોસાયટીમાં ચાલીને જતી પ્રજાપતિ સમાજની એક પરિણીતાની છેડતી અસામાજીક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા નામચીન બુટલેગર રાજુ સિંધી કરતા લોકોમાં રોષ પ્રવર્તેલ છે. આ ઘટનાને લઈ પ્રજાપતિ સમાજ દ્વારા સીટી પોલીસ સમક્ષ આક્રોશ ભેર રજૂઆત કરી આરોપી વિરૂૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ ઘટનાને લઈ પ્રજાપતિ સમાજના પ્રમુખ મનીષભાઈ વિસાવડીયા ની આગેવાની હેઠળ પીડિત પરિણીતા, તેમના પરીવારજનો, મહિલા અગ્રણી એડવોકેટ શારદાબેન કુશકિયા, શરદભાઇ ટાંક સહિત મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ અને બહેનો સીટી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં સીટી પીઆઈ એચ.આર. ગૌસ્વામી ને લેખિત રજૂઆત કરી આરોપી બુટલેગર રાજુ સીંધી માથાભારે હોય અગાઉ અનેક વખત પોલીસ ચોપડે ચડી ચુકેલ છે. આ શખ્સે સમાજની દિકરીની છેડતી કર્યાની ઘટનાથી સર્વ સમાજની બહેનો દિકરી ઓમાં ભયની લાગણી પ્રસરવા ની સાથે લોકોમાં રોષ વ્યાપી ગયો છે. જેથી આ શખ્સ સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા સમાજની માંગ છે. તો પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક માથાભારે શખ્સ સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

આ ઘટના ગઈકાલે સાંજે બનેલ તે સમયે જ પોલીસને લેખિત ફરિયાદ અરજી આપી હતી. જે અંગે ગુનો ન નોંધાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આવા કિસ્સામાં બુટલેગર ને કાયદાનું ભાન કરાવવા તપાસ કરી કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી લોકોમાંથી માંગ ઉઠી છે.

Exit mobile version