Skip to content

Gujarat Mirror

  • ગુજરાત
  • રાજકોટ
  • રાષ્ટ્રીય
  • ગુજરાત
  • સૌરાષ્ટ્ર
  • મોરબી
  • કચ્છ
  • રાજકોટ
  • રાષ્ટ્રીય
  • ક્રાઇમ
  • આંતરરાષ્ટ્રીય
  • Sports
  • મનોરંજન
  • રાજકોટ
  • E-Paper
  • રાષ્ટ્રીય
  • ક્રાઇમ
  • આંતરરાષ્ટ્રીય
  • Sports
  • મનોરંજન
  • ગુજરાત
  • સૌરાષ્ટ્ર
  • મોરબી
  • કચ્છ
  • રાજકોટ
  • રાષ્ટ્રીય
  • ક્રાઇમ
  • આંતરરાષ્ટ્રીય
  • Sports
  • મનોરંજન
  • ઈ પેપર
Home » crime » peon and assistant account officer caught taking bribe of rs 45000 to approve arrears bill
ક્રાઇમ ગુજરાત રાજકોટ સૌરાષ્ટ્ર

એરિયર્સ બિલ મંજૂર કરવા 45 હજારની લાંચ લેતા પ્યુન અને આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર ઝડપાયા

ભુજના નિવૃત્ત ઈન્કમટેક્ક્ષ ઈન્સ્પેકટર સહિત 3 સામે ફરિયાદ, લાંચની રકમ સ્વીકારી ને ACB ત્રાટકી રાજકોટ શહેર એસીબી દ્વારા ટ્રેપ ગોઠવી પ્યુન અને આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસરને…

Bhumika

January 31, 20266:13 am No Comments arrears billAssistant Account Officerbribecrimegujaratgujarat news

ભુજના નિવૃત્ત ઈન્કમટેક્ક્ષ ઈન્સ્પેકટર સહિત 3 સામે ફરિયાદ, લાંચની રકમ સ્વીકારી ને ACB ત્રાટકી

રાજકોટ શહેર એસીબી દ્વારા ટ્રેપ ગોઠવી પ્યુન અને આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસરને રૂૂપિયા 45,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડી નિવૃત ઇન્કમટેક્ષ ઇન્સ્પેક્ટર સહિત ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં એસીબી દ્વારા પટાવાળા અક્ષય વાગડિયા અને આસી.એકાઉન્ટ ઓફિસર રવિકુમાર જાંગીડની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ દ્વારા ફરિયાદી પાસે તેનું એરિયર્સ બિલ મંજૂર કરવા રૂૂપિયા 50,000 લાંચની માંગણી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે નિવૃતિના બે વર્ષ બાદ પણ ભુજ ખાતે રહેતો શૈલેષ ચૌહાણ ઝોનલ એકાઉન્ટ ઓફિસનો વહીવટ કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ આપતા જણાવ્યું હતું કે, ચાર લાખ એરીયસ બીલ મંજુર કરવા આરોપી રવિ જાંગીડએ એરીયસ બીલ મંજુર કરવા બીલના 20% લેખે 80,000ની લાંચની માંગણી કરી હતી જે રકઝકના અંતે 50,000 આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમા ફરિયાદી પાસે આરોપી રવિએ અગાઉ એડવાન્સમા 5000 લીધા હતા અને બાકીના 45000 તા.29.01.2026ના રોજ આપવાનુ નક્કી થયું હતું. પરંતુ કોઈ કારણસર રૂૂપીયા લીધા નહી અને આરોપી શૈલેષ ચૌહાણએ ફોન પર વાતચીત કરી હવાલો આપતા આજરોજ આરોપી શૈલેષએ આરોપી અક્ષયને ફોન કરી ફરીયાદીનો સંપર્ક કરી લાંચની રકમ લેવાનો વાયદો કર્યો હતો.

ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એસીબીમાં ફરિયાદ આપતા લાંચનું છટકુ ગોઠવી આરોપી રવિના કહેવાથી આરોપી શૈલેષએ ફરીયાદી સાથે વાતચીત કરી આરોપી અક્ષયએ બજરંગ ઇમિટેશન દુકાન પાસે ગિરનાર સિનેમા સામે લાંચની રકમ રૂૂ.45,000 ટ્રેપ દરમિયાન સ્વીકારી હતી. હાલ એસીબીએ બન્ને આરોપીને ઝડપી પાડી ભુજના નિવૃત અધિકારીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. આરોપી રવિકુમાર સુરેશકુમાર જાંગીડ (ઉ.વ.38) મિનિસ્ટ્રી ઓફ ફાયનાન્સમાં આસીસ્ટન્ટ એકાઉન્ટ ઓફીસર તરીકે કામ કરી રહ્યો છે જયારે શેલેષ ચોહાણ નિવૃત્ત ઇન્કમટેક્ષ ઇન્સપેકટર છે અને અક્ષય શેલેષભાઇ વાગડીયા (ઉ.વ.33) ઇન્કમટેક્ષ ઓફિસમાં પટાવાળા તરીકે ફરજ બજાવે છે.

સંબંધિત લેખો

85 વર્ષના રેકોર્ડબ્રેક વરસાદથી સૂરત ડૂબ્યું: 3400થી વધુ લોકોનું રેસ્કયુ, 11નાં મોત

By Bhumika July 8, 2026
#ट्रेंडिंग हैशटैग:arrears billAssistant Account Officerbribecrimegujaratgujarat news

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Post navigation

Previous Previous post: હવે પાટીદારો પણ સામાજિક બંધારણના માર્ગે
Next Next post: ગોંડલ યાર્ડમાં રશિયાના વેપારીઓ મગફળીની ખરીદી માટે પહોંચ્યા
© Copyright All right reserved By Gujarat Mirror WordPress Powered By
Exit mobile version