રાષ્ટ્રીય
કાનપુરમાં 150 વર્ષ જૂના પૂલનો ભાગ તૂટી પડયો
કાનપુરથી ઉન્નાવ વાયા શુક્લાગંજને જોડતતા જૂના ગંગા પુલનો ભાગ કાનપુર બાજુના કોઠી સાથે જોડાયેલો મંગળવારે સવારે તૂટી પડ્યો હતો. હાલની જર્જરિત હાલતને જોતા આશરે 2 વર્ષ પહેલા વાહન વ્યવહાર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
અંગ્રેજોના જમાનાનો આ પુલ ઘણો લોકપ્રિય રહ્યો છે. જેમાં રાહદારીઓને ચાલવા માટે નીચે રસ્તો બનાવવામાં આવ્યો હતો જ્યારે તેની ઉપરથી વાહનો ચાલતા હતા. આ બ્રિજ પર ઘણી ફિલ્મોનું શૂટિંગ થયું છે. કાનપુર કનકૈયા, પ્રસિદ્ધ પંક્તિ પનીચે વહેતી ગંગા મૈયાથ આ પુલ વિશે કહેવામાં આવી હતી.બ્રિટિશ કાળ દરમિયાન 1875માં બનેલા ટ્રાફિક બ્રિજને 146 વર્ષ સુધી ચાલ્યા બાદ 5 એપ્રિલ 2021ના રોજ સવારે 12:06 વાગ્યે જર્જરિત જાહેર કરાયા બાદ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.