Site icon Gujarat Mirror

પાક.નો સૂર બદલાયો: ભારત નરમાઈ દાખવે તો અમે પણ …

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, એક શાંતિપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. શનિવારે, પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડારે કહ્યું હતું કે જો ભારત પોતાનું વલણ નરમ કરશે તો પાકિસ્તાન પણ નરમાઈ બતાવશે.

આ સાથે, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ન્યુક્લિયર કમાન્ડની બેઠક મુલતવી રાખવાની માહિતી આપી છે. પાકિસ્તાન તરફથી આ બધી પહેલ એવા સમયે આવી છે જ્યારે અમેરિકા અને ચીને બંને દેશોને સંયમ રાખવાની અપીલ કરી છે.

ઇશાક ડારે કહ્યું, ભારતે હવે તેનું આક્રમણ બંધ કરવું જોઈએ. જો ભારત અટકશે, તો અમે પણ અટકી જઈશું. અમે યુદ્ધના પક્ષમાં નથી. અમે બિનજરૂૂરી વિનાશ અને પૈસાનો બગાડ ઇચ્છતા નથી.
પાકિસ્તાનના વિદેશ મંત્રીએ શનિવારે કહ્યું હતું કે જો ભારત વધુ હુમલા બંધ કરશે તો તેમનો દેશ તણાવ ઓછો કરવા પર વિચાર કરશે. જોકે, ઇશાક ડારે ચેતવણી આપી હતી કે જો ભારતે કોઈ હુમલો કર્યો તો નસ્ત્રઅમે પણ જવાબ આપીશું.

Exit mobile version