પાકિસ્તાનનું નાટક, ભારતે માફી ન માગી એટલે WCL છોડ્યું

PCBની માંગણી ફગાવતા પાક ભુરાયું થયું અહીં રમાતી ટી-20ની વર્લ્ડ ચેમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સ ટૂર્નામેન્ટમાં ડ્રામેબાજ પાકિસ્તાને નવું નાટક કર્યું છે અને ખોટી રીતે ભારતને જવાબદાર…

PCBની માંગણી ફગાવતા પાક ભુરાયું થયું
અહીં રમાતી ટી-20ની વર્લ્ડ ચેમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સ ટૂર્નામેન્ટમાં ડ્રામેબાજ પાકિસ્તાને નવું નાટક કર્યું છે અને ખોટી રીતે ભારતને જવાબદાર ગણાવીને આ ટૂર્નામેન્ટમાંથી નીકળી ગયું છે. પાકિસ્તાન ચેમ્પિયન્સ ટીમમાં શાહિદ આફ્રિદી, સોહેલ તનવીર, મોહમ્મદ હાફીઝ, આસિફ અલી, વહાબ રિયાઝ, કામરાન અકમલ, મોહમ્મદ આમિર વગેરે ખેલાડીઓનો સમાવેશ હતો.2025માં પહલગામમાં હિન્દુ પર્યટકો પરના આતંકવાદી હુમલાને પગલે ભારતે આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનના ક્રિકેટરો સામે રમવાની ના પાડી હતી અને પાકિસ્તાન સામેની લીગ મેચ તેમ જ સેમિ ફાઇનલ જતી કરી હતી.

ભારતે દૃઢપણે એ પગલું ભરીને દુનિયાભરમાં પાકિસ્તાન અને એના ક્રિકેટ બોર્ડને ઉઘાડું પાડ્યું એનાથી સ્તબ્ધ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (ઙઈઇ)એ આ વખતની ટૂર્નામેન્ટની શરૂૂઆત નાટક સાથે કરી. ટેક્નિકલ કારણસર પાકિસ્તાનની બાંગ્લાદેશ સામેની પ્રથમ મેચ ન રમાઈ, પણ ત્યાર બાદ પીસીબીએ પોતાના ખેલાડીઓને ડબ્લ્યૂસીએલની આ વખતની ત્રીજી સીઝનમાં રમવા નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) આપ્યા પછી માગણી કરી કે ભારતે ગયા વર્ષે પાકિસ્તાન ટીમનો જે બહિષ્કાર કર્યો હતો એ બદલ ભારતીય ખેલાડીઓ માફી માગે તો જ પાકિસ્તાનની ટીમ આ વખતે રમવા તૈયાર છે. જોકે ડબ્લ્યૂસીએલના મેનેજમેન્ટે પીસીબીની માગણી ફગાવી દીધી એટલે પીસીબીએ પોતાની ટીમની આ ટૂર્નામેન્ટમાંથી બાદબાકી કરી નાખવાની જાણ આયોજકોને કરી દીધી હતી.