પાકિસ્તાની ક્રિકેટરે અમ્પાયર સામે બેટ તાકયું, ધક્કો માર્યો

રવિવારે અહીં વન-ડે ટ્રાયેન્ગ્યૂલરમાં ઇંગ્લેન્ડ સામેની મેચમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલર હારિસ રઉફે બેટિંગ દરમ્યાન એક તબક્કે બાંગ્લાદેશી અમ્પાયર સામે બેટ તાક્યું, તેમની સાથે દલીલો કરી…

રવિવારે અહીં વન-ડે ટ્રાયેન્ગ્યૂલરમાં ઇંગ્લેન્ડ સામેની મેચમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલર હારિસ રઉફે બેટિંગ દરમ્યાન એક તબક્કે બાંગ્લાદેશી અમ્પાયર સામે બેટ તાક્યું, તેમની સાથે દલીલો કરી અને તેમને ધક્કો માર્યો એ બદલ મેચ-રેફરી જેફ ક્રોએ રઉફની 20 ટકા મેચ-ફી કાપી લીધી છે, તેને જોરદાર ઠપકો પણ આપ્યો છે તેમ જ તેના નામે એક ડીમેરિટ પોઇન્ટ પણ લખ્યો છે. 24 મહિનામાં રઉફની આ ત્રીજી કરતૂત હતી.

રઉફે બાંગ્લાદેશના અમ્પાયર શરફુદોઉલા સાથે આ ગેરવર્તન કર્યું હતું જે બદલ આઇસીસીની આચારસંહિતાની કલમ 2.2ના ભંગ બદલ તેની સામે પગલાં ભરવામાં આવ્યા હતા. પાકિસ્તાને આ મેચમાં 242 રનનો લક્ષ્યાંક 48મી ઓવરમાં 9/243ના સ્કોર સાથે મેળવી લીધો હતો. પાકિસ્તાનની ઇનિંગ્સમાં 46મી ઓવર ઇંગ્લેન્ડના વિલ જેક્સે કરી હતી. રઉફ નોન-સ્ટ્રાઇક એન્ડ પર હતો અને જેક્સના એક બોલને વાઇડ જાહેર કરવાની માગણી કરી હતી. અમ્પાયરે રઉફ ને ચેતવણી આપી છતાં તેણે દલીલ કરી હતી અને અમ્પાયરને ધમકી આપી હતી.