વેસ્ટ ઈન્ડિઝે પાકિસ્તાનને પ્રથમ ટેસ્ટમાં 90 રનથી હરાવ્યું હતું. આ હાર સાથે પાકિસ્તાન પાંચ મેચમાં માત્ર એક જીત અને 6.67 પોઈન્ટ ટકાવારી સાથે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે પહોંચી ગયું છે અને લગભગ WTC ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું છે. ભારતની વાત કરીએ તો ટીમ ઈન્ડિયા નવ મેચમાં ચાર જીત, ચાર હાર અને એક ડ્રો સાથે પાંચમા સ્થાને છે.
ભારતની પોઈન્ટ ટકાવારી 48.15 છે અને ટીમની ફાઈનલમાં પહોંચવાની આશા હજુ જીવંત છે. પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા આઠ મેચમાં સાત જીત સાથે 87.50 PCT સાથે પ્રથમ સ્થાને છે. દક્ષિણ આફ્રિકા 75 PCT સાથે બીજા અને ન્યૂઝીલેન્ડ 72.22 PCT સાથે ત્રીજા સ્થાને છે. પાકિસ્તાનની ટીમ માત્ર 120 રનમાં સમેટાઈ ગઈ હતી. બાબર આઝમ 58 રન બનાવી અણનમ રહ્યો, પરંતુ અન્ય બેટ્સમેનો નિષ્ફળ રહ્યા. જેડેન સીલ્સે પાંચ વિકેટ લઈને વેસ્ટ ઈન્ડિઝને યાદગાર જીત અપાવી.
