પાકિસ્તાને મોહાલી અને જલંધરમાં યોજાનારી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો છે. પાકિસ્તાન હોકી ફેડરેશને જણાવ્યું હતું કે તેની ટીમ ભારતનો પ્રવાસ કરશે નહીં.પાકિસ્તાન હોકી ફેડરેશન દ્વારા એશિયન હોકી ફેડરેશન દ્વારા તેમની મેચો તટસ્થ સ્થળોએ ખસેડવાની વિનંતી કરવામાં આવી છે, જોકે આ માંગણી પૂર્ણ થવાની શક્યતા ઓછી છે.
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 27 ઓક્ટોબરથી શરૂૂ થવાની છે, જેમાં ભારત, ચીન, જાપાન, મલેશિયા અને કોરિયા ભાગ લેશે. પાકિસ્તાને હવે ભાગ લેવાનો ઇનકાર કરી દીધો છે, તેથી બાંગ્લાદેશ અને ઓમાનની રિઝર્વ ટીમોમાંથી એક આ ટુર્નામેન્ટમાં રમી શકે છે. બે દિવસ પહેલા, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને દાવો કર્યો હતો કે પાકિસ્તાનની ટીમ ભારતમાં રમવા આવશે પરંતુ પાકિસ્તાન હોકી ફેડરેશને હવે આ વાતનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.

