પદ્મભૂષણથી સન્માનિત ગાયિકા સુમન કલ્યાણપુરનું નિધન

ભારતીય સંગીત જગતે પોતાના મધુર અને ભાવનાત્મક અવાજથી લાખો શ્રોતાઓના હૃદય પર રાજ કરનાર પ્રખ્યાત પાર્શ્વગાયિકા સુમન કલ્યાણપુરનું 89 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે.…

ભારતીય સંગીત જગતે પોતાના મધુર અને ભાવનાત્મક અવાજથી લાખો શ્રોતાઓના હૃદય પર રાજ કરનાર પ્રખ્યાત પાર્શ્વગાયિકા સુમન કલ્યાણપુરનું 89 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે. તેમના નિધન સાથે સંગીત જગતમાં એક સદાબહાર અને સુવર્ણ યુગનો અંત આવ્યો છે. સુમન કલ્યાણપુર, જેમને તેમના ચાહકો પ્રેમથી સુમન હેમ્મદી તરીકે પણ ઓળખતા હતા, તેમનો અવાજ એટલો જાદુઈ હતો કે ઘણીવાર લોકો તેમને લતા મંગેશકર સાથે ભૂલ કરી બેસતા. પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત આ ગાયિકાએ હિન્દી ઉપરાંત મરાઠી, બંગાળી, ગુજરાતી, આસામી, કન્નડ અને ભોજપુરી જેવી અનેક પ્રાદેશિક ભાષાઓમાં પોતાના સૂરો રેલાવ્યા હતા. સંગીત પ્રત્યેની તેમની રુચિ બાળપણથી જ હતી, પરંતુ કૌટુંબિક મર્યાદાઓને કારણે શરૂૂઆતમાં તેમને પડકારોનો સામનો કરવો પડ્યો હતો.

જોકે, 1952માં ઓલ ઈન્ડિયા રેડિયોથી શરૂૂ થયેલી તેમની સફર 1953માં મરાઠી ફિલ્મ ’શુક્ર ચી ચાંદની’ અને 1954માં હિન્દી ફિલ્મ ’મંગુ’ સુધી પહોંચીને સફળતાના શિખરો સર કરી ગઈ.
તેમની કારકિર્દી દરમિયાન તેમણે ’દિલ એક મંદિર’, ’દિલ હી તો હૈ’, ’સાંઝ ઔર સવેરા’, ’પાકીઝાહ’ અને ’જહાં આરા’ જેવી અનેક યાદગાર ફિલ્મોમાં અમર ગીતો આપ્યા. શંકર-જયકિશન, મદન મોહન અને એસ.ડી. બર્મન જેવા દિગ્ગજ સંગીતકારો સાથે કામ કરીને તેમણે સંગીત ક્ષેત્રે પોતાની અલગ ઓળખ ઊભી કરી હતી.