Site icon Gujarat Mirror

પી.પી. સવાણી ગ્રૂપની વિદ્યાર્થીઓ દત્તક લેવાની પરીક્ષા સંપન્ન

પી.પી.સવાણી ગૃપના મોભી વલ્લભભાઈ સવાણી દ્વારા સમગ્ર ગુજરાતના 1001 વિદ્યાર્થીઓને દત્તક લેવા માટે લેવાયેલ પરીક્ષામાં 22,128 થી વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પી.પી.સવાણી ગૃપના જણાવ્યા મુજબ હવે પછી આ વિદ્યાર્થીઓને તેમણે મેળવેલ પરિણામના આધારે તેમના અભ્યાસની, રહેવાની તથા જમવાની જવાબદારી ઉપાડવામાં આવશે.

વિશેષમાં આ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ તથા તેમના માતા-પિતા માટે જમવાની વ્યવસ્થા ઉપરાંત બહારગામથી આવનાર વિદ્યાર્થીઓ માટે સેવા સુરત બસ સ્ટેશન તથા રેલ્વે સ્ટેશન પરથી આવવા જવા માટે બસ પરિવહનની સેવા પણ આપવામાં આવી હતી.
પી.પી.સવાણી ગૃપ અત્યાર સુધીમાં 10,000 થી વધારે બાળકોના ફ્રી અભ્યાસની જવાબદારી લઇ ચુક્યું છે, અને વિશેષ આ વર્ષે હજુ વધારે 1001 વિદ્યાર્થીઓને દત્તક લઇ સેવાની સોનેરી સુવાસ સમાજમાં ફેલાવી રહ્યું છે.

વિશેષમાં આજ રોજ યોજાયેલ પરીક્ષામાં સુરત ઉપરાંત સમગ્ર ગુજરાતમાંથી વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પરીક્ષા આપી હતી અને આ તમામ વિદ્યાર્થીઓને વલ્લભભાઈ સવાણી દ્વારા તેમના આગળના અભ્યાસ માટે શુભકામનાઓ પાઠવેલ હતી.
સાથે સાથે ગત વર્ષમાં જેઈઈ/નીટ/કોમર્સમાં ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરનાર 200 થી વધુ વિદ્યાર્થીઓને એકટીવા બાઈક તથા ટેબલેટ આપીને સન્માનિત કરાયા હતા.

Exit mobile version