રાષ્ટ્રીય
યુપીમાં ઓક્સિજન સિલિન્ડર વિસ્ફોટથી એક જ પરિવારના 6નાં મોત, 8 ગંભીર
ઓક્સિજન સિલિન્ડર ઈન્સ્ટોલ કરતી વખતે બ્લાસ્ટ થતાં ઘરનું લેન્ટર તૂટી પડ્યું
ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં સોમવારે સાંજે લગભગ 8.30 વાગ્યે ગુલાવતી રોડ પર આશાપુરી કોલોનીમાં ઓક્સિજન ગેસ સિલિન્ડરના વિસ્ફોટને કારણે એક મકાન ધરાશાયી થયું હતું. આ અકસ્માતમાં એક જ પરિવારની બે મહિલાઓ અને એક બાળકી સહિત છ લોકોના મોત થયા હતા, જ્યારે દસ જેટલા લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને ખાનગી અને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, સિકંદરાબાદ કોતવાલી વિસ્તારના આશાપુરીનો રહેવાસી રાજુ ઉર્ફે રિયાઝુદ્દીન લીંટરને શટર કરવાનું કામ કરે છે. તેની પત્ની રૂૂખસાર (55)ની તબિયત ખરાબ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેમણે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને સોમવારે જ તે ઘરે પહોંચી હતી. રુખસારને શ્વાસ લેવામાં તકલીફ પડતાં ઓક્સિજન સિલિન્ડર ઘરે લાવવામાં આવ્યો હતો.
ઓક્સિજન સિલિન્ડર ઇન્સ્ટોલ કરતી વખતે વિસ્ફોટ થયો હતો. જોરદાર અવાજ સાથે સિલિન્ડર ફાટતાં ઘરનું લેન્ટર તૂટી પડયું હતું
રાજુ ઉર્ફે રિયાઝુદ્દીનને પાંચ પુત્રો છે, જેમાંથી ચાર પરિણીત છે. રાજુ ઉર્ફે રિયાઝુદ્દીન, તેની પત્ની રૂૂખસાર, પાંચ પુત્રો શાહરૂૂખ, આસમોહમ્મદ, સોના, સલમાન કાટમાળ નીચે દટાયા હતા. આ સાથે તેની માતાને મળવા આવેલી પુત્રી તમન્ના પણ દબાઈ ગઈ હતી. સાથે જ દસ બાળકો પણ કાટમાળ નીચે દબાઈ ગયા હતા. માહિતી મળતા જ પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને ખાનગી અને સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. હોસ્પિટલના તબીબોએ 60 વર્ષીય રાજુ ઉર્ફે રિયાઝુદ્દીન, તેમની પત્ની 55 વર્ષીય રૂૂખસાર, પુત્ર 11 વર્ષીય સલમાન, પુત્રી 24 વર્ષીય તમન્ના અને તમન્નાની પુત્રી ત્રણ વર્ષની હિફઝાને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સાથે જ ઘાયલોની સારવાર ચાલી રહી છે.
પોલીસ, મેડિકલ, ફાયર બ્રિગેડ અને પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ રોકાયેલા છે. આઠ લોકોને બહાર કાઢીને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. સ્થિતિ ઘણી ગંભીર છે. આ પરિવારમાં 18થી 19 લોકો રહેતા હતા. 10 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.