લોકસભામાં નેતા પ્રતિપ્રક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે આશ્ચર્ય વ્યક્ત કરતા પૂછ્યું કે, “આખરે દિલ્હી કેદમાં કેમ છે? લોકોને દિલ્હી આવતા રોકવામાં આવી રહી છે, ટ્રેનો અને બસોને અટકાવવામાં આવી રહી છે. દિલ્હીને કિલ્લો બનાવી દેવામાં આવ્યો છે અને ચારેય તરફ પોલીસ તૈનાત છે.” રાહુલ ગાંધીએ સરકાર સામે નિશાન તાકતાં કહ્યું કે જ્ઞાનેશ કુમારને બચાવીને સરકાર મોટી ભૂલ કરી રહી છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે પોલીસવાળા પણ પરેશાન છે. દિલ્હી પોલીસ, સીઆરપીએફ, આઈટીબીટીના લોકો સવાલ કરે છે કે યુવાઓને કેમ મારવામાં આવી રહ્યા છે. 50% પોલીસ યુવાઓ અને અમારા સમર્થનમાં છે અને કહે છે કે અમે જે કરી રહ્યા છીએ તે યોગ્ય છે. તેમણે ધડાકો કરતા કહ્યું હતું કે સરકારના 200 અધિકારીઓ તેમના સંપર્કમાં છે અને અંદરની માહિતી આપી રહ્યા છે.
વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે હું અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા જસ્ટિસ સૂર્યંકાતને મળવા માગતા હતા પણ તેમણે મુલાકાતનો જ ઈનકાર કરી દીધો. આજે અમે અમે ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ સુપ્રીમ કોર્ટ જઈશું અને અરજી દાખલ કરીશું.
રાહુલ ગાંધીએ કહ્યું કે જ્ઞાનેશ કુમાર પર કોનું દબાણ છે એ અમે જાણીએ છીએ. તે રાજીનામુ આપી દે અને એપ્રૂવર બની જાય. અમે આંદોલન માટે કોઇ પ્લાન કર્યું નથી. અમે આંદોલનનું આયોજન કર્યું નથી, આ શિવજીની બારાત હોવાનું જણાવી તેમણે કહ્યું કે દરેક ક્ષેત્રના લોકો સુપ્રિમ કોર્ટ સુધીની કુચમાં જોડાઇ શકે છે. તેમણે ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમાર પર નિશાન સાધતા કહ્યું કે તેમની ઊંઘ ઉડી ગઈ છે, અમે તેમને છોડીશું નહીં. રાહુલ ગાંધીએ એ પણ જાહેરાત કરી કે ઈંગઉઈંઅ બ્લોકના સાંસદો આજે બપોરે 3 વાગ્યે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરશે અને આ લડાઈ દેશના ભવિષ્ય માટે છે.
