ગુજરાત

બિશપ હાઉસ આવાસ યોજનામાં તપાસના આદેશ

Published

on

પીપીપી ધોરણે મૂકવામાં આવેલ યોજના ખોટી હોવાની રજૂઆત થયા બાદ કોર્પોરેશને કાર્યવાહી શરૂ કરી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઝુપડપટ્ટી પૂન: વિકાસ અને પૂનર્વસન માટે ઝુપડપટ્ટી હોય તેવા વિસ્તારોમાં પીપીપી ધોરણે આવાસયોજના બનાવવાનો પ્રોજેક્ટ ઘણા સમયથી શરૂ કર્યો છે.પરંતુ સોનાનીલગડી જેવી જમીનોને બિલ્ડરોને તાસમાં ધરી દેવાની આ યોજના હોવાનું પણ ઘણા સમયથી ચર્ચાઈ રહ્યું છે. ત્યારે જ કાલાવડ રોડ ઉપર બીપશ હાઉસની સામે આવેલ ઝુપડપટ્ટીઓનું પૂન: વર્સન કરવા માટે પીપીપી ધોરણે આવાસ યોજના ચાલુ કરવામાં આવેલ જેમાં 200 ફ્લેટ તૈયાર થઈ ગયા છે. અને 300નું કામ હજુ બાકી છે.

ત્યારે સિદ્ધાર્થભાઈ માયાભાઈ પરમાર દ્વારા આ યોજના ખોટી રીતે ફીટ કરી દેવામાં આવી છે. તેવી રજૂઆત તંત્રને કરતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજના પ્રકરણની વીજીલન્સ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.


મહાનગરપાલિકા દ્વારા ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવેલ કે. આપની તારીખ વગરની અરજીના મુદ્દા નં. ર ના જવાબમાં જણાવવાનું કે, વોર્ડ નં. 11ના રેવન્યુ સર્વે નં. 123 પૈકી ટી.પી. સ્કીમ નં. 5 (નાનામવા) એફ.પી. નં 95 તથા 288 પર રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત જાહેર જમીન પર આવેલ ઝુપડપટ્ટીઓનું પીપીપી (પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ) ઝુપડપટ્ટી પુન:વિકાસ અને પુન:વસન માટે ઠરાવ ક્રમાંક પીઆરસી/102013/783/ તા. 18/07/2013 થી જાહેર કરવામાં આવેલ નીતિ અનુસાર નિયમોનુસાર ટેન્ડર પ્રક્રીયા કરી આ યોજના તા.14/02/2022ના રોજ શાંતિ પૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવેલ છે.

આ યોજના અંતર્ગત સામૂહિક હિતોને ધ્યાનમાં રાખીને કોઈપણ જાતના વિવાદ વિના કાયદેસર રીતે યોજના પૂર્ણ કરવામાં આવેલ છે.અરજીના મુદ્દા નં. 3 ના જવાબમાં જણાવવાનું કે, વોર્ડ નં. 11ના રેવન્યુ સર્વે નં. 123 પૈકી ટી.પી. સ્કીમ નં. 5 (નાનામવા) એફ.પી. નં 95 તથા 288 પર રાજ્ય સરકારશ્રી દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત જાહેર જમીન પર આવેલ ઝુપડપટ્ટીઓનું ઙઙઙ (પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ) ઝુપડપટ્ટી પુન:વિકાસ અને પુન:વસન માટે ઠરાવ ક્રમાંક પીઆરસી/102013/783/થ તા. 18/07/2013 થી જાહેર કરવામાં આવેલ નીતિ અનુસાર નિયમોનુસાર ટેન્ડર પ્રક્રીયા કરી આ યોજના તા.14/02/2022ના રોજ શાંતિ પૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત સામૂહિક હિતોને ધ્યાનમાં રાખીને કોઈપણ જાતના વિવાદ વિના કાયદેસર રીતે યોજના પૂર્ણ કરવામાં આવેલ છે. જેથી વિદિત થશો. આપની માંગણી મુજબ વિજિલન્સ તપાસની કાર્યવાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version