રોકાણના પ્રોજેક્ટમાં આવતી મુશ્કેલી 15 દી’માં દૂર કરવા આદેશ

વિબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (વીજીજીએસ) 2027ની તૈયારીના ભાગરૂૂપે રાજ્ય સરકારે તમામ વિભાગોને રોકાણ દરખાસ્તોની જિલ્લા અને તાલુકા કક્ષાએ સમીક્ષા કરી પ્રોજેક્ટોમાં વિલંબ કરી શકે તેવી…

વિબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (વીજીજીએસ) 2027ની તૈયારીના ભાગરૂૂપે રાજ્ય સરકારે તમામ વિભાગોને રોકાણ દરખાસ્તોની જિલ્લા અને તાલુકા કક્ષાએ સમીક્ષા કરી પ્રોજેક્ટોમાં વિલંબ કરી શકે તેવી અડચણો ઓળખવાનો આદેશ આપ્યો છે. મુખ્ય સચિવ એમ. કે. દાસે ગુરુવારે વરિષ્ઠ અધિકારીઓને પત્ર લખી 15 દિવસમાં સ્થિતિ અહેવાલ રજૂ કરવાનું જણાવ્યું છે.

બદલાતી વૈશ્વિક આર્થિક અને ભૌગોલિક પરિસ્થિતિ, સપ્લાય ચેઇનમાં ફેરફાર અને રોકાણ માટે વધતી સ્પર્ધાને પગલે રાજ્ય રોકાણ સુવિધા પદ્ધતિને વધુ મજબૂત બનાવવા માગે છે.

મુખ્ય સચિવે જણાવ્યું કે છેલ્લા બે દાયકામાં ગુજરાતની અર્થવ્યવસ્થા રૂૂપિયાના મૂલ્યે લગભગ 20 ગણી વિસ્તરી છે. હવે ધ્યાન ઉચ્ચ મૂલ્યના રોકાણો આકર્ષવા, નવીનતા અને ઉત્પાદકતા વધારવા, સ્પર્ધાત્મકતા મજબૂત કરવા અને મોટા પાયે રોકાણ ઊભું કરવા પર હોવું જોઈએ.

વિભાગોએ રોકાણ દરખાસ્તો અને ઔપચારિક રસદર્શન (ઈઓઆઈ), અંતિમ મંજૂરી તથા કાનૂની ક્લિયરન્સ મળેલા પ્રસ્તાવો, જમીન, પાણી પુરવઠો, વીજજોડાણ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત મુખ્ય અડચણો, બાકી રહેવાનાં કારણો અને દરેક મુદ્દે જરૂૂરી કાર્યવાહીની વિગત આપવાની છે. જે કેસોમાં મંજૂરી મળી ગઈ હોય અને અમલ તરફ આગળ વધ્યું હોય તેવા નોંધપાત્ર ઉદાહરણો પણ દર્શાવવાના છે.

આ કવાયતનો હેતુ ગુજરાતની સ્પર્ધાત્મકતા, રોકાણની ગતિ અને રોજગાર સર્જનને જાળવી રાખવા વ્યૂહરચના ફરીથી ગોઠવવાનો છે. મંજૂરી, જમીન, યુટિલિટી અને અન્ય કાર્યકારી જરૂૂરિયાતોના મુદ્દાઓનો સમયબદ્ધ ઉકેલ આપવાનું પણ કહેવામાં આવ્યું છે.

મુખ્ય સચિવે પત્રમાં લખ્યું છે કે વૈશ્વિક આઉટરીચથી રોકાણકારોની રુચિ મજબૂત રહે છે, પરંતુ રોકાણકારોને સમાન પ્રતિભાવ અને સંસ્થાકીય સુવિધા મળે તે પણ એટલું જ મહત્ત્વનું છે.