રાષ્ટ્રીય

વકફ બોર્ડની જે.પી.સી.માંથી નીકળી જવાની વિપક્ષી સાંસદોની ચીમકી

Published

on

અધ્યક્ષ જગદંબિકા પાલ એક તરફી નિર્ણયો કરતા હોવાની ફરિયાદ

કેન્દ્ર સરકારે વકફ બોર્ડની મિલકતોની તપાસ માટે રચેલી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટમિાં જ આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે અને જે.પી.સી.ના અધ્યક્ષ જગદંબીકા પાલ સામે વિપક્ષી સાંસદીએ મોરચો ખોલી પાલ પક્ષપાતી નિર્ણયો કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. અને જે.પી.સી.માંથી નિકળી જવાનીચીમકી આપી છે.
વકફ બિલ માટે વિચારણા કરતી સંસદની સંયુક્ત સમિતિનો ભાગ બનેલા વિપક્ષી સાંસદોથી નારાજ છે. ગઈકાલે વિપક્ષના તમામ સભ્યો લોકસભા અધ્યક્ષ ઘળ ઇશહિફ ને મળ્યા હતા.


તેમનું કહેવું છે કે આ તમામ ભાજપના સાંસદ ઉંફલમફળબશસફ ઙફહ ના કથિત એકતરફી નિર્ણય વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે લોકસભા અધ્યક્ષે તેમની વાત ધીરજથી સાંભળી અને શક્ય તેટલી વહેલી તકે નિર્ણય લેવાનું આશ્વાસન આપ્યું.


તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને સમિતિના સભ્ય કલ્યાણ બેનર્જીએ કહ્યું કે ખૂબ જ સારી ચર્ચા થઈ હતી. તેમણે અમારા પ્રત્યે સદ્ભાવના દર્શાવી હતી. લોકસભાના સ્પીકરે અમારી વાત ખૂબ ધીરજથી સાંભળી અને કહ્યું કે તેઓ આ મામલાની તપાસ કરશે.


વિપક્ષી સભ્યોએ સોમવારે ઉંફલમફળબશસફ ઙફહ પર એકપક્ષીય નિર્ણયો લેવાનો અને સમગ્ર પ્રક્રિયાને તોડવાનો આરોપ મૂક્યો હતો અને પોતાને સમિતિથી દૂર કરવાનો સંકેત આપ્યો હતો. તેમણે લોકસભા સ્પીકર ઘળ ઇશહિફ ને સંબોધીને લખેલા પત્રમાં એવો પણ દાવો કર્યો હતો કે સમિતિની કાર્યવાહીમાં તેમની વાત સાંભળવામાં આવી નથી અને આવી સ્થિતિમાં તેમને સમિતિમાંથી નીકાળવાની પણ ફરજ પડી શકે છે.
અનેક મુદ્દાઓ પર વિપક્ષી સભ્યોના સતત વિરોધને કારણે સમિતિની કાર્યવાહી ખોરવાઈ ગઈ છે. જેમાં ભાજપના સભ્યોએ ઈરાદાપૂર્વક તેના કામમાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. પાલે આ આરોપને ફગાવી દીધો છે કે તેમણે વિપક્ષી સભ્યોને તેમના વિચારો વ્યક્ત કરવા દીધા ન હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version