ગુજરાત
વિપક્ષી નેતા પરેશ ધાનાણીની તબિયત લથડી, એન્જિપ્લાસ્ટ કરાયું
મહારાષ્ટ્રમાં પ્રચાર દરમિયાન હૃદયરોગનો સામાન્ય હુમલો
ગુજરાત કોંગ્રેસનાં પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીની તબિયત લથડી હોવાની માહિતી સામે આવી છે. પ્રાથમિક અહેવાલ અનુસાર, મુંબઈની ખાનગી હોસ્પિટલમાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. મુંબઈ સ્થિત શ્રીજી હોસ્પિટલમાં એન્જીયોપ્લાસ્ટ કરાયું હોવાનું હાલ સામે આવ્યું છે. એઆઇસીસીનાં સચિવ અનંત પટેલ હાલ હોસ્પિટલ ખાતે હાજર છે. કોંગ્રેસ નેતાની તબિયતમાં સુધારો હોવાની માહિતી મળી છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન તબિયત બગડી હતી. માહિતી મુજબ, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન પરેશ ધાનાણીની તબિયત અચાનક લથડી હતી.
આથી, તેમને તાત્કાલિક મુંબઈની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. મુંબઈની શ્રીજી હોસ્પિટલમાં પરેશ ધાનાણીનું એન્જીયોપ્લાસ્ટ કરાયું હોવાનું અને સંભવત: આજે હોસ્પિટલમાંથી રજા અપાનાર હોવાનું જાણવા મળે છે.
કોંગ્રેસ નેતા અને પ્રવક્ત ડો. મનીષ દોશીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર પોસ્ટ કરી માહિતી આપી છે. તેમણે લખ્યુ કે, પકોંગ્રેસ પક્ષની જવાબદારી વહન કરતા પરેશ ધાનાણીની નાગપુર ખાતે તબિયત બગડતાં તાત્કાલિક સારવાર માટે શ્રીજી હોસ્પિટલ, મુંબઈ નાકા, નાસિક હોસ્પિટલમાં ખસેડાયા. એન્જીયોપ્લાસ્ટ કરવામાં આવેલ છે, તબિયત સ્થિર છે.